Surat

કેનેડામાં બાપ્પાના થાળ માટે ઘરે જ શાકભાજી ઉગાડ્યું : ફ્રોઝન ફૂડના દેશમાં ગણેશજીને તાજા શાકભાજીનો થાળ અર્પણ

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
કેનેડાના સ્ટોફવિલેમાં મૂળ બિલીમોરાના મહેતા પરિવારે ગણેશોત્સવની પરંપરા જાળવી છે. બાપ્પાના થાળ માટે હીરલ મહેતાએ ઘરે જ તાજા શાકભાજી ઉગાડ્યા. 22 વર્ષથી કેનેડામાં રહેતા રાજીવ-હીરલ બાળકો સાથે ભારતીય તહેવારો ઉત્સાહથી ઉજવે છે. ઓન્ટારીઓમાં જ્યાન અને નિયતિ પણ ગણેશોત્સવ મનાવે છે, જ્યાં ગરબા અને સમૂહ ભોજન સાથે ઇકો-ફ્રેન્ડલી વિસર્જન થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં બાપ્પાના થાળ માટે ઘરે જ શાકભાજી ઉગાડ્યું : ફ્રોઝન ફૂડના દેશમાં ગણેશજીને તાજા શાકભાજીનો થાળ અર્પણ

Ganeshotsav Special : કેનેડાના સ્ટોફવિલેમાં રહેતા મૂળ બિલીમોરાના મહેતા પરિવારે વિદેશની ધરતી પર પણ ગણેશોત્સવની પરંપરા જાળવી રાખી છે. ગણેશજીની સ્થાપના સાથે બાપ્પાને ધરાવવામાં આવતા થાળમાં તાજા શાકભાજીનો ઉપયોગ થાય તે માટે પરિવાર દ્વારા ઘરે જ શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. હીરલ મહેતાના જણાવ્યા મુજબ કેનેડામાં ફ્રોઝન ખાદ્યસામગ્રીનો ઉપયોગ સામાન્ય છે, પરંતુ બાપ્પાના થાળ માટે ફ્રોઝન શાકભાજી નહીં પરંતુ પોતાના ઘરે ઉગાડેલા તાજા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.
રાજીવ અને હીરલ મહેતા છેલ્લા 22 વર્ષથી કેનેડામાં રહે છે. તેમના બાળકો શિવ અને રિયાનો જન્મ કેનેડામાં થયો હોવા છતાં પરિવાર ભારતીય તહેવારોની ઉજવણીમાં કોઈ કચાશ રાખતો નથી. બાળકો ગુજરાતી બોલવામાં થોડી મુશ્કેલી અનુભવે છે, પરંતુ ગણેશજીની પૂજા અને આરતીમાં ઉત્સાહથી જોડાય છે.
મહેતા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે છે. વિસર્જનના દિવસે આસપાસ રહેતા ભારતીય પરિવારો પણ એકત્ર થાય છે અને સામૂહિક રીતે વિસર્જન કર્યા બાદ સમૂહભોજનનું આયોજન કરવામાં આવે છે. આમ, કેનેડામાં ઉછરતી નવી પેઢી પણ પરિવારના માધ્યમથી ભારતીય તહેવારો અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે છે. આ ઉપરાંત કેનેડાના ઓન્ટ્રીયોમાં રહેતા જ્યાન અને નિયતિને ત્યાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશોત્સવ દરમિયાન આરતી અને ભગવાનની પુજા સાથે ગરબાનું પણ આયોજન થાય છે. આ દિવસોમાં આસપાસ રહેતા ગુજરાતીઓ અને ઓળખીતાઓ ભેગા થાય છે અને એક સારો ઉત્સવ મનાવી રહ્યાં છે. અહીં વિસર્જન માટે કોઈ પરવાનગી ન હોવાથી ઘર નજીક નાનું લેક બનાવી વિસર્જન કરવામા આવે છે.
કેનેડાના ઓન્ટ્રીયોમાં રહેતા જ્યાન અને નિયતિને ત્યાં પણ ગણેશોત્સવનું આયોજન કરવામા આવ્યું છે. આ ગણેશોત્સવ દરમિયાન આરતી અને ભગવાનની પુજા સાથે ગરબાનું પણ આયોજન થાય છે. આ દિવસોમાં આસપાસ રહેતા ગુજરાતીઓ અને ઓળખીતાઓ ભેગા થાય છે અને એક સારો ઉત્સવ મનાવી રહ્યાં છે. અહી વિસર્જન માટે કોઈ પરવાનગી ન હોવાથી ઘર નજીક નાનું લેક બનાવી વિસર્જન કરવામા આવે છે.