Surat

VIDEO: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશન વખતે હોબાળો, ઉશ્કેરાયેલા ટોળાએ અધિકારીઓને ઘેર્યા

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
સુરતના માન દરવાજા વિસ્તારમાં આજે મહાનગરપાલિકા દ્વારા મંદિર ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને ઘેરી લીધા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી પ્રવર્તી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશન વખતે હોબાળો, ઉશ્કેરાયેલા ટોળાએ અધિકારીઓને ઘેર્યા

Surat Man Gate Temple Demolition | સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આજે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કામગીરી દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું. વિસ્તારમાં આવેલા એક મંદિરના ડિમોલિશન સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જેને પગલે પાલિકાના સ્ટાફ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓનો ઘેરાવ કરતા પરિસ્થિતિ વણસી હતી.

સ્થાનિકોમાં ભારે આક્રોશ, પાલિકાની ટીમનો ઘેરાવ કર્યો

માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાની ટીમ માન દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવા અને ડિમોલિશનની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન મંદિર પર બુલડોઝર ફેરવવાની તજવીજ હાથ ધરાતાં જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ પાલિકાની કામગીરીનો સખત વિરોધ નોંધાવી અધિકારીઓ તેમજ કર્મચારીઓને ચારેય તરફથી ઘેરી લીધા હતા. સ્થાનિકોમાં પાલિકા તંત્રની આ કાર્યવાહી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી

ઘટનાસ્થળે ઘર્ષણની સ્થિતિ ગંભીર બનતાં પાલિકાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસની મદદ માંગવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મધ્યસ્થતા દાખવી ઉશ્કેરાયેલા લોકોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો અને સ્થિતિ વધુ વણસે તે પહેલાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં પાલિકા તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.