Astro

વાંચો તમારું 07 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
અગ્નિદત્ત પદમનાભ દ્વારા જ્યોતિષ મુજબ, મેષ રાશિના જાતકોના અટવાયેલા કામ ધીમે ધીમે ઉકેલાશે. રાજકીય-સરકારી કામમાં કન્યા રાશિના જાતકોને મુશ્કેલી થશે. તુલા રાશિના જાતકોને પરદેશના કામમાં સાનુકૂળતા રહેશે. મીન રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામકાજમાં વ્યસ્તતા રહેશે, જ્યારે કુંભ રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવશે. આજના દિવસમાં દરેક રાશિ માટે અલગ-અલગ ફળ જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 07 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ દિવસ જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાન અંગે દોડધામ રહે.
વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ધંધામાં ઉતાવળ કરવી નહીં. જમીન-મકાન-વાહનના કામમાં આપે ધીરજ રાખવી.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કાર્ય થવાથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુની ચિંતા જણાય.
કર્ક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
કન્યા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય. નાણાંકીય લેવડ દેવડની બાબતમાં આપે ધ્યાન રાખવું.
તુલા : આપના કામમા ંઆકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામ થઈ શકે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગની મુશ્કેલી રહે.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં આનંદ જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય.
મીન : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.

  • અગ્નિદત્ત પદમનાભ