Surat

સુરતથી નવી મુંબઈ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટનું બુકિંગ અચાનક બંધ થતાં વેપારીઓ મુશ્કેલીમાં!

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
સુરત અને નવી મુંબઈ વચ્ચે તાજેતરમાં શરૂ થયેલી ડાયરેક્ટ ફ્લાઇટનું બુકિંગ અચાનક બંધ થતાં મુસાફરો અને વેપારીઓમાં રોષ ફેલાયો છે. કોઈ કારણ વગર એરલાઇન્સે ફ્લાઇટ બંધ કરી દેતા રોજિંદા અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને સીધી અસર થતી હોવાથી વેપારી મંડળો દ્વારા ફ્લાઇટ સત્વરે પુનઃ શરૂ કરવાની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતથી નવી મુંબઈ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટનું બુકિંગ અચાનક બંધ થતાં વેપારીઓ મુશ્કેલીમાં!

Surat-Mumbai Flight: સુરત અને નવી મુંબઈ વચ્ચે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી ડાયરેક્ટ ફ્લાઇટ સર્વિસનું બુકિંગ બંધ કરી દેવામાં આવતાં વિમાન પ્રવાસીઓ અને વેપારી આલમમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. કોઈપણ સૂચના વિના એરલાઇન્સ દ્વારા બુકિંગ સિસ્ટમમાંથી ફ્લાઇટ બંધ કરી દેવાતાં રોજિંદી અવરજવર કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને સીધી અસર

સુરતનો કાપડ (ટેક્સટાઇલ) અને હીરા (ડાયમંડ) ઉદ્યોગ સીધી રીતે મુંબઈના વેપારી મથકો સાથે જોડાયેલો છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે નવી મુંબઈ-સુરત વચ્ચેની આ હવાઈ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી હતી. ખૂબ જ ઓછા સમયમાં મુંબઈ પહોંચી શકાતું હોવાથી વેપાર-રોજગારને મોટો વેગ મળી રહ્યો હતો, પરંતુ હવે અચાનક ફ્લાઇટ બંધ થઈ જતાં વેપારીઓના સમય અને ધંધા-રોજગાર પર વિપરીત અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

એરલાઇન્સ અથવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઇટ સર્વિસ અચાનક સ્થગિત કરવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સેવા ટેકનિકલ કારણોસર બંધ કરાઈ છે કે પછી કોઈ ઓપરેશનલ મુશ્કેલી છે, તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ, સ્થાનિક વેપારી મંડળો અને ઉદ્યોગકારો દ્વારા મુંબઈની આ મહત્ત્વપૂર્ણ ફ્લાઇટ સર્વિસ સત્વરે પુનઃ શરૂ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે.