સુરતના સચિન GIDC માં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, તમાચાઓ ઝીંકી નરાધમ ઝાડીઓમાં ખેંચી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Crime News: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતીય પરિવારની આઠ વર્ષની બાળકી સવારે કુદરતી હાજતેથી પરત ઘરે જતી હતી. આ દરમિયાન યુવાને ઝાડીમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
જાણો શું છે સમાગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, પરપ્રાંતીય પરિવારની આઠ વર્ષની બાળકી ઘર નજીક ખુલ્લામાં કુદરતી હાજતે ગઈ હતી. જ્યાંથી પરત ઘરે જઈ રહી હતી, ત્યારે બાળકીની એકલતાનો લાભ લઈ સર્વેશ રામલખન નિશાદ (ઉ. ૩૪ રહે. જાકીરની ચાલ, તિરુમાલા સોસાયટી, બરફ ફેક્ટરી પાસે, સચિન જીઆઈડીસી અને મૂળ. ખાનપુર, તા. મલવા, ફતેહપુર, યુ.પી.) હાથ પકડી જબરજસ્તી નજીકમાં અવાવરૂ ઝાડી ઝાંખરા વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બદઈરાદો પારખી જતા બાળકીએ વિરોધ કર્યો હતો.
સર્વેસે બે-ત્રણ તમાચા મારી દીધા બાદ નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ આચર્યું હતું. અને ધમકી આપી હતી કે તારી મમ્મીને જાણ કરશે તો તને જાનથી મારી નાંખીશ. પરંતુ પીડા થતી હોવાથી બાળકીએ પોતાની સાથે થયેલા જઘન્ય કૃત્ય અંગેની જાણ માતાને કરતા મામલો સચિન જીઆઈડીસી પોલીસમાં પહોંચતા નરાધમ સર્વેશ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. તે છૂટક મજૂરી કરે છે, લગ્નના ત્રણ માસમાં જ પત્ની છોડીને ચાલી ગઈ હતી.




