Surat

સુરતીઓની જીભનો ટેસ્ટ હવે બાપ્પાના પ્રસાદમાં : બાપ્પાને ફ્રુટ સલાડ અને કોકો-કુલ્ફીના મોદકનો પ્રસાદ અર્પણ કરવાનો નવો ટ્રેન્ડ

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન મોદકમાં 30થી વધુ વેરાયટી જોવા મળી રહી છે. સ્વાદરસિક સુરતીઓ માટે મીઠાઈના વેપારીઓ સુરતી કોકો, ફ્રુટ સલાડ, કુલ્ફી, ચોકલેટ અને સુગર-ફ્રી મોદક જેવી અવનવી ફ્લેવર્સ બજારમાં લાવ્યા છે. ઘોડદોડ રોડ અને વેડ રોડ પર આવેલી દુકાનોમાં ગ્રાહકોની વધતી માંગને કારણે આ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતીઓની જીભનો ટેસ્ટ હવે બાપ્પાના પ્રસાદમાં : બાપ્પાને ફ્રુટ સલાડ અને કોકો-કુલ્ફીના મોદકનો પ્રસાદ અર્પણ કરવાનો નવો ટ્રેન્ડ

Surat Ganeshotsav : સ્વાદ રસીક સુરતીઓ પોતે અવનવી વાનગી આરોગે છે અને ગણપતિ બાપ્પાના પ્રસાદાં પણ પોતાના ટેસ્ટ મુજબની ડિમાન્ડ કરી રહ્યાં છે તેના કારણે મીઠાઈના વેપારીઓ મીઠાઈમાં જાત તાપના પ્રયોગ કરી રહ્યાં છે તેના કારણે પીવાના ઉપયોગમા આવે છે. તેવા સુરતી કોકો ફ્રુટ સલાડ અને કુલ્ફીના મોદક સહિત અનેક અવનવી વેગાઈટના મોદકની એન્ટ્રી થઈ છે. જેના કારણે સુરતના બજારમાં 30થી વધુ મોદકનું વેચાણ થઈ રહ્યું છે. 
સુરતી કોકો અને ફ્રુટ સલાડ જેવા મોદકનો નવો ટ્રેન્ડ
મીઠાઈની દુકાન ધરાવનારા નિલ પસ્તાગીયા કહે છે, આમ તો અમારી દુકાનમાં 30થી વધુ મોદકનું વેચાણ ગણેશોત્સવ દરમિયાન થાય છે. જોકે, લોકોની ડિમાન્ડના આધારે દર વર્ષે અમે નવી ફ્લેવર્ડના મોદક બનાવી રહ્યાં છે. જેમાં સુરતી કોકો અને ફ્રુટ સલાડસાથે મિક્સબેરી, કુલ્ફી,વોલનેટ, સ્નીકર, નટેલા, ઓરિયો, કાર્નિવલ, બિસ્કોટ, ચોકલેટ બોન્ટી, આલમન્ડ સહિતની નિત નવી ફ્લેવર્ડના મોદકનું વેચાણ થઈ રહ્યું છે. 
ગણેશોત્સવ દરમિયાન અગાઉ સાદા મોદકનો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ હતો. હવે સમય સાથે મોદકમાં પણ અનેક પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે. મીઠાઈ બજારમાં સાદા મોદક ઉપરાંત ચોકલેટ, કાજુ સહિતના વિવિધ ફ્લેવરમાં મોદક તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકોની પસંદગી અને ડિમાન્ડને ધ્યાનમાં રાખીને મીઠાઈ વેપારીઓએ પણ મોદકની રેન્જમાં વધારો કર્યો છે.
ઘોડદોડ રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા કરણ મહેતાના જણાવ્યા મુજબ અગાઉ દુકાનમાં મુખ્યત્વે સાદા મોદકનું જ વેચાણ થતું હતું. જોકે, ફ્લેવર્ડ મોદકની માંગ શરૂ થયા બાદ અલગ અલગ ફ્લેવરમાં મોદક તૈયાર કરવામાં આવે છે. ગણેશજીની પ્રતિમા હોય તો તેમના એક હાથમાં લાડુ- મોદક અચૂક જોવા મળે છે. મોદક બાપ્પાને પ્રિય હોય ગણેશ ઉત્સવ દરમિયાન મોદકનો પ્રસાદ મોટાભાગે જોવા મળે છે. જોકે, હાલ ફાસ્ટ યુગમાં ગણેશજીનો પ્રિય પ્રસાદ એવા મોદક ઘરે બનાવવાની પ્રથા લુપ્ત જેવી થઈ ગઈ છે. લોકો પાસે સમયનો અભાવ અને નવી પેઢી આવી વાનગી બનાવવાથી દુર રહેતા હોય શહેરના મીઠાઈ બજારમાં ગણેશ ઉત્સવ દરમિયાન મોદકનો પ્રસાદનું વેચાણ થઈ રહ્યું છે. 
જોકે, સમય સાથે મોદકના પ્રસાદ પણ ફેન્સી બન્યા હોવાનું ઘોડદોડ રોડ પરની મીઠાઈની દુકાન ધરાવતા કરણ મહેતા કહે છે, પહેલા તો સાદો મોદક જ પ્રસાદ તરીકે લઈ જતા હતા. પરંતુ લોકોની ડિમાન્ડ બાદ અમે ફ્લેવર્ડ મોદક બનાવતા થયા છે. હવે શહેરમાં એક ડઝન જેટલી ફ્લેવર્ડ મોદકનું વેચાણ થઈ રહ્યું છે.
વેડરોડના મીઠાઈ વેપારી સંજય મીયાણીના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમિયાન મોદકની માંગમાં દર વર્ષે વધારો જોવા મળે છે. અગાઉ મર્યાદિત પ્રકારના મોદક તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ ગ્રાહકોની પસંદગી બદલાતાં હવે મોદકમાં પણ વિવિધતા લાવવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન બાપ્પાના પ્રસાદ માટે મોદીની સાથે વિવિધ પ્રકારના લાડુ અને અન્ય મીઠાઈઓની માંગ પણ વધતી હોય છે. હાલમાં સાદા મોદક સાથે કોપરા અને ચોકલેટ સાથે મોહનથાળના મોદકની પણ ડિમાન્ડ ગ્રાહકો કરી રહ્યાં છે. 
બાપ્પાના પ્રસાદમાં હવે સુગર ફ્રી મોદકની પણ બોલબાલા
ગણેશોત્સવમાં બાપ્પાને પ્રિય મોદકનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે, પરંતુ હવે આ પરંપરામાં પણ સમય સાથે બદલાવ જોવા મળી રહ્યો છે. ડાયાબિટીસ ધરાવતા ભક્તોને ધ્યાનમાં રાખીને મીઠાઈ બજારમાં સુગર ફ્રી મોદકની ડિમાન્ડ વધી રહી છે. ઘરે ગણેશજીની સ્થાપના કરનારા પરિવારોમાં બાપ્પાને પ્રસાદ ધરાવવા માટે સામાન્ય મોદકની સાથે સુગર ફ્રી મોદકની પણ ખરીદી થઈ રહી છે. ડાયાબિટીસ ધરાવતા ભક્તો પ્રસાદથી વંચિત ન રહે અને બાપ્પાને મોદકનો ભોગ ધરાવી શકે તે માટે સુગર ફ્રી મોદક વિકલ્પ બની રહ્યા છે. મીઠાઈની દુકાનોમાં પણ ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને સુગર ફ્રી મોદક તૈયાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સુરતીઓની બદલાતી ટેસ્ટને કારણે ફ્લેવર્ડ અને ફેન્સી મોદકની વિવિધ વેરાયટી બજારમાં આવી છે, પરંતુ તેની સાથે સુગર ફ્રી મોદકની માંગ પણ અલગથી ઊભી થઈ છે. આમ, બાપ્પાના પરંપરાગત પ્રસાદમાં હવે સુગર ફ્રી મોદકે પણ પોતાનું સ્થાન બનાવી લીધું.
સુરતી કોકો અને ફ્રુટ સલાડ જેવા મોદકનો નવો ટ્રેન્ડ
મીઠાઈની દુકાન ધરાવનારા નિલ પસ્તાગીયા કહે છે, આમ તો અમારી દુકાનમાં 30થી વધુ મોદકનું વેચાણ ગણેશોત્સવ દરમિયાન થાય છે. જોકે, લોકોની ડિમાન્ડના આધારે દર વર્ષે અમે નવી ફ્લેવર્ડના મોદક બનાવી રહ્યાં છે. જેમાં સુરતી કોકો અને ફ્રુટ સલાડસાથે મિક્સબેરી, કુલ્ફી,વોલનેટ, સ્નીકર, નટેલા, ઓરિયો, કાર્નિવલ, બિસ્કોટ, ચોકલેટ બોન્ટી, આલર્ર્મડ.  સહિતની નિત નવી ફ્લેવર્ડના મોદકનું વેચાણ થઈ રહ્યું છે.
આટલી ફ્લેવર્ડના મોદકનું વેચાણ
સાદા મોદક
વેનીલા મોદક
ચોકલેટ મોદક
રોઝ મોદક
ડિલાઈટ મોદક
ટોપરા મોદક
ડ્રાયફ્રુટ મોદક
પાઈનેપલ મોદક
ઓરેન્જ મોદક
કાજુ મોદક
બોન્ટી મોદક
કેસર મોદક