Surat

સુરત: ભાજપના ધારાસભ્યની ઓફિસમાં મારામારીમાં ઉછળેલા સેટિંગના આક્ષેપોની પ્રદેશે લીધી નોંધ : પ્રદેશે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરનારાની કુંડળી મંગાવી

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત ભાજપના ધારાસભ્યની ઓફિસમાં થયેલી મારામારીનો વિવાદ ગેરકાયદે બાંધકામના સેટિંગ સુધી પહોંચ્યો છે. પ્રદેશ ભાજપે આક્ષેપોની ગંભીર નોંધ લીધી છે. સુરત આવેલા પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે કોર્પોરેટરોના બાંધકામ અને ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરનારાઓની વિગતો સાથેનો રિપોર્ટ માંગ્યો છે. આનાથી 'ફરિયાદ અને સેટિંગ'ના આક્ષેપોનો સામનો કરી રહેલા કોર્પોરેટરોમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ભાજપના ધારાસભ્યની ઓફિસમાં મારામારીમાં ઉછળેલા  સેટિંગના આક્ષેપોની પ્રદેશે લીધી નોંધ : પ્રદેશે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરનારાની કુંડળી મંગાવી

Surat: સુરત ભાજપના ધારાસભ્યની ઓફિસમાં થયેલી મારામારી નો વિવાદ હવે ગેરકાયદે બાંધકામના સેટિંગ સુધી પહોંચી ગયો છે. મારામારી દરમિયાન બંને પક્ષે એકબીજા સામે ગેરકાયદે બાંધકામ ની ફરિયાદ કરી સેટિંગ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોની પ્રદેશ ભાજપે નોંધ લીધી હોવાનું મનાઈ રહ્યું છે. સુરત આવેલા પ્રદેશ મહામંત્રી એ કોર્પોરેટરો દ્વારા કરાયેલા બાંધકામ અને ગેરકાયદે બાંધકામ ની ફરિયાદ કરનારાઓની વિગતો સાથેનો રિપોર્ટ માંગ્યો છે. પ્રદેશમાંથી સીધો હિસાબ મંગાવતા હવે જે કોર્પોરેટરો પર ‘ફરિયાદ અને સેટિંગ’ના આક્ષેપો થઈ રહ્યા છે તેમાં ફફડાટ ફેલાયો છે

ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ટીપી ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે થયેલી છૂટ્ટા હાથની મારામારી બાદ સુરત આવેલા પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે ભાજપના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલા બાંધકામ તેમજ તેમની સામે થયેલા ગેરકાયદે બાંધકામ ની ફરિયાદ ની વિગત સાથેનો રિપોર્ટ માંગ્યો હોવાની ચર્ચાએ ભાજપના આંતરિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.

સુરતના રાજકીય અને પાલિકા વર્તુળોમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદોને લઈને ‘સેટિંગ’ની ચર્ચાઓ નવી નથી. જોકે મારામારીના વિવાદમાં જ પક્ષના બે લોકો દ્વારા એકબીજા સામે આ પ્રકારના આક્ષેપો કરવામાં આવતા મામલો ગંભીર બન્યો છે. હવે પ્રદેશ મહામંત્રી દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવતા અગાઉથી થતી ચર્ચાઓને રાજકીય વજન મળ્યું છે. ખાસ કરીને કયા કોર્પોરેટરના પોતાના બાંધકામ છે, કોની સામે કેટલી ફરિયાદો થઈ છે, ફરિયાદ બાદ પાલિકા કક્ષાએ શું કાર્યવાહી થઈ અને ક્યાંક ફરિયાદ બાદ મામલો સમાધાનમાં તો નથી ગયો ને, તેની વિગતો પ્રદેશ સુધી પહોંચાડવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચા છે.સુરત શહેર પ્રમુખ ની ગેરહાજરીમાં પ્રદેશ મહામંત્રી દ્વારા સીધી રીતે આ વિગતો માંગવામાં આવી હોવાની ચર્ચાએ પણ ભાજપમાં સવાલો ઉભા કર્યા છે. શું મારામારી દરમિયાન કરવામાં આવેલા આક્ષેપોની હકીકત જાણવા માટે આ રિપોર્ટ માંગવામાં આવ્યો છે કે પછી સમગ્ર મામલામાં પક્ષના કોર્પોરેટરોને કડક સંદેશ આપવા માટે પ્રદેશે આ પગલું ભર્યું છે? બીજી તરફ જો રિપોર્ટમાં કોઈ કોર્પોરેટર સામે ગંભીર ફરિયાદો કે અનિયમિતતાઓ સામે આવે તો શું પ્રદેશ ભાજપ ખરેખર કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ પક્ષની અંદરના અન્ય વિવાદોની જેમ સમાધાનના રસ્તે જ જશે તે અંગે અટકળો તેજ બની છે.