Surat

સુરત: સિટી બસના બ્રેકડાઉનથી ડિંડોલી બ્રિજ પર વાહનોની લાંબી લાઈન

By GS Team
8 Nov 20263 mins read
TukuTouch Logo
સુરતમાં દિવાળીના દિવસે ડિંડોલી બ્રિજ પર પાલિકા સંચાલિત 2 સિટી બસ અચાનક બંધ પડી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. સાંકડા બ્રિજ પર બંને બસ ફસાઈ જતાં વાહનચાલકો અને મુસાફરોએ ભારે હાલાકી ભોગવી હતી. બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. લોકોએ જાતે ધક્કા મારી બસ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. સિટી બસના મેઈન્ટેનન્સ સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: સિટી બસના બ્રેકડાઉનથી ડિંડોલી બ્રિજ પર વાહનોની લાંબી લાઈન

Surat: દિવાળીના દિવસે ડિંડોલી બ્રિજ પર પાલિકા સંચાલિત સિટી બસના બ્રેકડાઉનથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંકડા બ્રિજ પર એક બસ બંધ પડતાં તેની બાજુમાંથી પસાર થવાનો પ્રયાસ કરતી બીજી બસ પણ ફસાઈ ગઈ હતી. બંને બસ ફસાતાં બાઈક પસાર થઈ શકે તેટલી જગ્યા પણ રહી નહોતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરો અને વાહનચાલકોએ ધક્કા મારી બસ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજનો બીજો વિકલ્પ દૂર હોવાથી લોકો લાંબા સમય સુધી અટવાયા હતા. વારંવાર બંધ પડી જતી સિટી બસોના મેઈન્ટેનન્સ સામે પણ સવાલો ઊભા થયા છે. દિવાળીના તહેવારના દિવસે પણ ડિંડોલી બ્રિજ પર પાલિકા સંચાલિત સિટી બસના બ્રેકડાઉન થી વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સાંકડા બ્રિજ પર એક સાથે બે સિટી બસ બંધ પડતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બંને બસ રસ્તા વચ્ચે ફસાઈ જતા બાઈક પસાર થઈ શકે તેટલી જગ્યા પણ બાકી રહી નહોતી અને બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

બનાવની વિગત એવી છે કે ડિંડોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલી પાલિકા સંચાલિત સિટી બસ અચાનક બંધ પડી ગઈ હતી. બ્રિજ સાંકડો હોવાથી બંધ પડેલી બસ ની બાજુમાં થી પસાર થવાની જગ્યા મર્યાદિત હતી. દરમિયાન પાછળથી આવતી બીજી સિટી બસના ચાલકે આ સાંકડી જગ્યામાં થી બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જગ્યા ઓછી હોવાને કારણે બીજી બસ પણ આગળ વધી શકી નહોતી અને આખરે તે પણ ફસાઈ ગઈ હતી. પરિણામે બ્રિજ પર એકસાથે બે બસ રસ્તો રોકીને ઊભી રહી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઇ ગયો હતો.ડિંડોલી બ્રિજ આ વિસ્તારનો મહત્ત્વનો માર્ગ હોવાથી તેના પર વાહનવ્યવહાર નું ભારણ સતત રહે છે. પીક અવર્સમાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બ્રિજનો બીજો વિકલ્પ દૂર હોવાથી વાહનચાલકો માટે આ માર્ગ પર જ અવરજવર કરવી પડે છે. આવી સ્થિતિમાં દિવાળીના દિવસે બે બસ ફસાઈ જતાં સમસ્યા વધુ વિકટ બની હતી. બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને મોટી સંખ્યામાં લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. બસને રસ્તા પરથી હટાવવા માટે મુસાફરો અને અન્ય વાહનચાલકોએ જાતે જ ધક્કા મારી બસ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. તહેવારના દિવસે પરિવાર સાથે અવરજવર કરી રહેલા લોકોને પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવાની નોબત આવી હતી.

આ ઘટનાને પગલે વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.શહેરમાં સિટી બસો વારંવાર રસ્તા વચ્ચે બંધ પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડિંડોલી બ્રિજ પર એકસાથે બે બસ બંધ પડવાની ઘટનાએ બસોના મેઈન્ટેનન્સની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને સાંકડા અને વૈકલ્પિક માર્ગની સુવિધા ન હોય તેવા રસ્તાઓ પર દોડતી બસોની સમયસર તપાસ અને જાળવણી થાય છે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.