Surat

મીઠાઈની ભેળસેળથી બચવા સુરતના પરિવારનો નવતર પ્રયોગ : ભાઈનું મોઢું ગોળ-ધાણાથી મીઠું કરાશે

By GS Team
28 Aug 20264 mins read
TukuTouch Logo
સુરતમાં રક્ષાબંધન પૂર્વે મીઠાઈમાં ભેળસેળના વધતા કિસ્સાઓને પગલે, કતારગામના પ્રવીણભાઈ જીકાદરાના પરિવારે અનોખી પહેલ કરી છે. આ પરિવારે બજારની ભેળસેળવાળી મીઠાઈને બદલે ગોળ-ધાણા અને સાકરથી ભાઈનું મોં મીઠું કરવાનો નિર્ણય કર્યો છે. 25થી 30 સભ્યોએ ધાર્મિક સ્થળે સામૂહિક બળેવ ઉજવી, ખર્ચ ઘટાડવાની સાથે પરિવારની એકતાનો સંદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીઠાઈની ભેળસેળથી બચવા સુરતના પરિવારનો નવતર પ્રયોગ : ભાઈનું મોઢું ગોળ-ધાણાથી મીઠું કરાશે

Surat Rakshabandhan Special : રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણીનો પર્વ, પરંતુ હવે બજારમાં મીઠાઈમાં ભેળસેળના વધતા કિસ્સાને પગલે તહેવારની મીઠાશ પણ હવે સવાલોના ઘેરામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી સુરતમાં હજારો કિલો મીઠાઈ સાથે ભેળસેળવાળો ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સુરતના એક પરિવારે તંત્રની કાર્યવાહી કે તપાસની રાહ જોયા વિના પોતાની રીતે જ એક અનોખો રસ્તો અપનાવ્યો છે.બજારમાં મળતી મીઠાઇમાં ભેળસેળ થી બચવા માટે મીઠાઈને બદલે ગોળ-ધાણા અને સાકરથી ભાઈનું મોઢું મીઠું કરવાનો નિર્ણય કયો છે.
રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણીનો પર્વ, પરંતુ હવે બજારમાં મીઠાઈમાં ભેળસેળના વધતા કિસ્સાને પગલે તહેવારની મીઠાશ પણ સવાલોના ઘેરામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી સુરતમાં હજારો કિલો મીઠાઈ સહિત ભેળસેળવાળા ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સુરતના એક પરિવારે તંત્રની કાર્યવાહી કે તપાસની રાહ જોયા વિના પોતાની રીતે જ અનોખો રસ્તો અપનાવ્યો છે. બજારમાં મળતી મીઠાઈમાં ભેળસેળથી બચવા માટે મીઠાઈને બદલે ગોળ-ધાણા અને સાકરથી ભાઈનું મોઢું મીઠું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચલાલા ગામના અને હાલ કતારગામ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જીકાદરા તથા તેમના પરિવારે આ વર્ષે બળેવની ઉજવણીમાં આ અનોખો બદલાવ કર્યો છે. પરિવારનું કહેવું છે કે રક્ષાબંધનના દિવસે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેની પાછળની લાગણી અને ભાઈના સ્વાસ્થ્યની ચિંતા સૌથી મહત્વની છે. માત્ર પરંપરા નિભાવવા માટે બજારમાંથી મોંઘી મીઠાઈ લાવવી અને તેમાં ભેળસેળ હોય તો અજાણતાં પોતાના જ પરિવારના સભ્યના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવો યોગ્ય નથી.તેઓએ વધુમાં કહ્યું હતું, આ અંગે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રાખડી બાંધે છે. ત્યારે મીઠાઈમાં ભેળસેળ હોય અને તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બને તો માત્ર દેખાદેખી માટે મીઠાઈ ખવડાવવાનો શું અર્થ? તેમના મતે મીઠાઈની કિંમત કરતાં ભાઈ-બહેન વચ્ચેની લાગણીનું મૂલ્ય વધારે છે. તેથી આ વર્ષે મીઠાઈના બદલે ગોળ-ધાણા અને સાકરથી મોઢું મીઠું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પહેલને અન્ય પરિવારો સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક પરિવાર પોતાના ઘરથી શરૂઆત કરે અને ત્યારબાદ સમાજના અન્ય પરિવારો પણ મીઠાઈની ભેળસેળ સામે સાવચેતી રાખે તે જરૂરી છે. ખાસ કરીને ખાદ્ય ભેળસેળ સામે માત્ર તંત્રની તપાસ અને કાર્યવાહી પર આધાર રાખવાને બદલે પોતાના પરિવારના સ્વાસ્થ્યની જવાબદારી પોતે અભિગમ સાથે જીકાદરા પરિવારે આ પહેલ કરી છે. ગોળ-ધાણાથી મોઢું મીઠું કરવાની આ સાદી પરંપરા પાછળનો સંદેશ પણ સ્પષ્ટ છે કે રક્ષાબંધનની સાચી મીઠાશ મીઠાઈમાં નહીં, ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમમાં છે. આ રીતે એક પરિવારે પોતાના ઘરેથી શરૂ કરેલી પહેલ હવે પ્રજાપતિ સમાજના અન્ય પરિવારો સુધી પહોંચે અને રક્ષાબંધનની ઉજવણીમાં ભેળસેળથી સાવચેતી, સાદગી તથા સામાજિક સુધારણાનો સંદેશ ફેલાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દેખા દેખીમાં થતા મોટા ખર્ચને બદલે પરિવારની એકતા, સામૂહિક બળેવની ઉજવણી
આજના મોંઘવારીના સમયમાં તહેવારોની ઉજવણીમાં પણ દેખાદેખીનું પ્રમાણ વધ્યું છે અને તેની સાથે ખર્ચ પણ વધી રહ્યો છે. જોકે, તહેવારની ઉજવણી માટે મોટો ખર્ચ કરવો જરૂરી નથી, પરિવારના સભ્યો સાથે મળીને પ્રેમ અને લાગણીથી તહેવાર ઉજવવો એ જ સાચી ઉજવણી છે આવો સંદેશ આપતાં સુરતના જીકાદરા પરિવારે સામૂહિક બળેવની અનોખી ઉજવણી કરી છે. પરિવારના 25થી 30 જેટલા સભ્યો એકસાથે ભેગા થયા અને ધાર્મિક સ્થળે બળેવની ઉજવણી કરી મોટા ખર્ચને બદલે પરિવારની એકતાને પ્રાધાન્ય આપ્યું હતું. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચલાલા ગામના અને હાલ કતારગામમાં રહેતા જીકાદરા પરિવાર દ્વારા તહેવારની ઉજવણીમાં બિનજરૂરી ખર્ચ અને દેખાદેખી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રક્ષાબંધન-બળેવના પ્રસંગે પરિવારના અલગ-અલગ સભ્યો માટે મીઠાઈ, ભેટ-સોગાદ અને અન્ય વ્યવસ્થાઓ પાછળ મોટો ખર્ચ થતો હોય છે. એક પરિવારનો ખર્ચ 50 હજાર સુધી પહોંચી જતો હોવાની સ્થિતિમાં આ ખર્ચને ઘટાડીને સૌ સભ્યો એક સ્થળે ભેગા થાય અને સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેવો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય માત્ર વિચાર પૂરતો ન રહે તે માટે પરિવારના 25થી 30 સભ્યોએ ધાર્મિક સ્થળે એકસાથે જઈ બળેવની ઉજવણી કરી હતી. ધાર્મિક વાતાવરણમાં પરિવારના સભ્યો સાથે મળ્યા, બળેવની પરંપરા નિભાવી અને એકબીજા સાથે ખુશી વહેંચી હતી. આ રીતે તહેવારની ઉજવણીમાં ખર્ચ ઘટાડવાની સાથે પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ, લાગણી અને એકતાનો ભાવ પણ વધુ મજબૂત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, આજના મોંઘવારીના સમયમાં તહેવારો પાછળ માત્ર દેખાદેખી માટે ખર્ચ કરવો યોગ્ય નથી. તહેવારની ઉજવણી એવી હોવી જોઈએ કે જેમાં પરિવારના દરેક સભ્ય આનંદથી જોડાઈ શકે અને તેના કારણે કોઈના પર આર્થિક ભાર ન આવે. સામૂહિક ઉજવણીથી એક તરફ ખર્ચમાં બચત થાય છે તો બીજી તરફ પરિવારના નાના-મોટા તમામ સભ્યો એકસાથે મળતા હોવાથી સંબંધોમાં પણ વધુ આત્મીયતા આવે છે. જીકાદરા પરિવારની આ પહેલનો સંદેશ સ્પષ્ટ છે કે તહેવારની ખુશી ખર્ચમાં નહીં, પરંતુ પરિવારના સભ્યોની સાથે અને લાગણીમાં છે. મોંઘવારીના સમયમાં સામૂહિક ઉજવણી દ્વારા ખર્ચમાં બચત અને પરિવારની એકતા બંને જળવાઈ શકે છે.