સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી, લોકોએ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો, પોલીસે હાથ ધરી તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતની સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. હોસ્પિટલ જેવા જાહેર અને સંવેદનશીલ સ્થળે એક વૃદ્ધે યુવતીની છેડતી કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર એકઠા થયેલા લોકોએ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ યુવતીએ 112 નંબર પર કોલ કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
યુવતીએ 112 પર કોલ કરી પોલીસ બોલાવી
મળતી માહિતી અનુસાર, સુરત સિવિલ હોસ્પિટલમાં પોતાની કામગીરી અર્થે આવેલી યુવતી સાથે અચાનક વૃદ્ધે અડપલાં કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં અને લોકોનો રોષ જોતાં યુવતીએ 112 નંબર પર કોલ કરી પોલીસ મદદ માગી હતી.
બનાવ અંગેની જાણ થતાં જ નજીકની પોલીસ ટીમ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. લોકોના ટોળામાંથી આરોપી વૃદ્ધને છોડાવીને પોલીસે તેની અટકાયત કરી લીધી હતી અને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.




