મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર સુરત પાસે પથ્થરમારો, ટ્રેનમાં સવાર UPના રાજ્યપાલ આનંદીબહેન પટેલ સુરક્ષિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vande Bharat Express stone pelting: મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી હાઇ-સ્પીડ 'વંદે ભારત એક્સપ્રેસ'(ટ્રેન નંબર 22961) પર સુરત નજીક એક ગંભીર અટકચાળાની ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈને ટ્રેન 6.30-6.45 કલાકની આસપાસ જેવી ઉત્રાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા અસામાજિક તત્ત્વોએ વંદે ભારત ટ્રેન પર અચાનક પથ્થરો માર્યા હતા. મુસાફરોમાં ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાયો હતો.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ સુરક્ષિત
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ મુસાફરી કરી રહ્યાં હતાં. જો કે, તેઓ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હોવાના કારણે સંપૂર્ણ પણે સુરક્ષિત છે. આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી.

પ્રાથમિક માહિતી મુજબ કોચ C-6 અને C-10ના કાચ ક્રેક થયા હતા, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર RPFની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસનો દોર સંભાળ્યો હતો. ટ્રેક આસપાસ ચેકિંગ કરતા પોલીસને નશાની હાલતમાં ભટકતા આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકની અટકાયત કરવામાં આવી હતી.
આ કૃત્ય માત્ર નશાની ધૂનમાં કરાયું હતું કે તેની પાછળ કોઈ સુનિયોજિત ષડયંત્ર છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. સ્થિતિને કાબૂમાં લઈ સુરત-અમદાવાદ રેલવે રૂટ પર પેટ્રોલિંગ હાલ સઘન બનાવી દેવાયું છે.




