સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ: સુરત પાલિકાનો ટિકિટથી નાટકનો પ્રયોગ સફળ, 86 ટકા ટિકિટ વેચાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરત પાલિકા દ્વારા 52 વર્ષથી યોજાતી પ્રતિષ્ઠિત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાનો કતારગામના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં પ્રારંભ થયો છે. આ વર્ષે પ્રથમવાર પ્રેક્ષકો પાસેથી 20 રૂપિયાની ટિકિટ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને નાટ્યરસિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. 5980 ટિકિટમાંથી અત્યાર સુધી ૫૧૬૦ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે. 10 દિવસ ચાલનારી સ્પર્ધામાં 10 નાટ્ય સંસ્થાઓ દ્વારા દરરોજ એક નાટક રજૂ કરવામાં આવશે. ટિકિટના વેચાણથી થતી આવક તમામ 10 ફાઇનલિસ્ટ સંસ્થાઓમાં સરખા હિસ્સે વહેંચવામાં આવનાર હોવાથી નાટકના નિર્માણ સહિતના ખર્ચ વચ્ચે સંસ્થાઓને વધારાની આવકનો લાભ મળશે.
સુરત પાલિકા દ્વારા 52 વર્ષથી યોજાતી પ્રતિષ્ઠિત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાનો કતારગામના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં પ્રારંભ થયો છે. આ વર્ષે પ્રથમવાર પ્રેક્ષકો પાસેથી ટિકિટ વસૂલવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને નાટ્યરસિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. 5980માંથી અત્યાર સુધી 5160 ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે, એટલે કે કુલ ટિકિટમાંથી ૮૬ ટકા ટિકિટ વેચાઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાનું આયોજન કતારગામના આધુનિક ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે. ઓડિટોરિયમમાં કુલ 876 બેઠકની ક્ષમતા છે, જેમાંથી 600 બેઠકો માટે 20 રૂપિયાની ટિકિટ ઓનલાઈન વેચવામાં આવી રહી છે. દરેક નાટક માટે ટિકિટનું ઓનલાઈન બુકિંગ 21 સપ્ટેમ્બરે સવારે 11:00 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા નાગરિકોને અગાઉથી ટિકિટ બુક કરાવી નાટક નિહાળવા અપીલ કરવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો છે.સ્પર્ધાના પ્રથમ દિવસે નાટકની રજૂઆત રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે હવે બાકીના દિવસોમાં નાટકો રાત્રે 8:30 વાગ્યે રજૂ કરવામાં આવશે. સતત 10 દિવસ ચાલનારી સ્પર્ધામાં 10 નાટ્ય સંસ્થાઓ ભાગ લઈ રહી છે અને દરરોજ એક નાટક રજૂ થશે. આ રીતે કતારગામના નવા ઓડિટોરિયમમાં નાટ્યરસિકોને વિવિધ પ્રકારના ગુજરાતી નાટકો માણવાની તક મળશે.ટિકિટ વેચાણ ની આવક પણ આ વર્ષની સ્પર્ધાની મહત્વની બાબત બની છે. ટિકિટના વેચાણથી થનારી આવક 10 ફાઇનલિસ્ટ નાટ્ય સંસ્થાઓ વચ્ચે સરખા હિસ્સે વહેંચવામાં આવશે.
અગાઉ સંસ્થાઓને ઇનામની રકમ સિવાય ટિકિટની આવકનો સીધો લાભ મળતો ન હતો. હવે આ વ્યવસ્થાથી નાટકના નિર્માણ, કલાકારો, સેટ, લાઇટ અને સાઉન્ડ સહિતના ખર્ચમાં સંસ્થાઓને વધારાની આવક નો લાભ મળશે. પાલિકાના આ નવા પ્રયોગથી નાટ્ય સંસ્થાઓને પ્રોત્સાહન આપવા સાથે પ્રેક્ષકોને પણ ટિકિટ ના માધ્યમથી નાટ્ય સ્પર્ધા સાથે જોડવાનો પ્રયાસ થયો છે.




