Surat

VIDEO| સુરત: હોજીવાલા રોડ પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, જોત જોતાંમાં ચાર માળ ઝપેટમાં આવ્યા

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
સુરતના સચિન GIDCમાં આવેલ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની 4 માળની કાપડ ફેક્ટરીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટથી લાગી હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| સુરત: હોજીવાલા રોડ પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, જોત જોતાંમાં ચાર માળ ઝપેટમાં આવ્યા

Surat Hojiwala Industrial Estate Fire News: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની કાપડની ફેક્ટરીમાં આજે(18 નવેમ્બર) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીના 4 માળ સુધી આગ પ્રસરી છે. ભીષણ આગના બનાવને પગલે ગભરાયેલા કર્મચારીઓ તેમજ આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.

હોજીવાલા રોડ પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ

આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના 5 ફાયર ફાઈટર સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ, ઔદ્યોગિક એકમમાં આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિક તંત્ર પણ દોડતુ થયુ હતું. તેમજ ભીષણ આગના કારણે નજીકના વિસ્તારના રહીશો અને ઉદ્યોગકારોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.

ચાર માળ સુધી આગ પ્રસરતા 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

પ્રાથમિક અહેવાલ અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ભયાનક આગ લાગવાના કારણે ભેસ્તાન, ઉન અને ઉધના ફાયર સ્ટેશનની 5 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી છે. આ બનાવમાં સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જ્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી શરૂ કરી છે.

સુરતની આ ઔદ્યોગિક કંપનીમાં આગની ઘટના કેવી રીતે બની તેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.