Surat

સુરતમાં નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરે પીજી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાધો, તબીબી આલમમાં અરેરાટી

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી છે. મૂળ મોડાસાના વતની ડૉ. હર્ષ માઈક્રોબાયોલોજી વિભાગમાં અભ્યાસ કરતા હતા. ફરજ પર ગેરહાજર રહેતા તપાસ કરતા રૂમનો દરવાજો તોડીને જોતા તેમનો મૃતદેહ લટકતો મળ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરે પીજી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાધો, તબીબી આલમમાં અરેરાટી

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ અને સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તબીબે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ડ્યુટી પર ગેરહાજર રહેતાં ભોપાળું બહાર આવ્યું

મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની અને અપરિણિત ડૉ. હર્ષ પંડ્યા નવી સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આજે તે પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતાં સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. જોકે, તેમનો ફોન બંધ આવતો હોવાથી સિનિયરે હોસ્ટેલમાં રહેતા સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા જણાવ્યું હતું.

સાથી તબીબ જ્યારે પીજી હોસ્ટેલના રૂમ પર પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. કાફલાએ બૂમો પાડી દરવાજો ખોલાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે સિક્યુરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડવામાં આવતાં અંદર ડૉ. હર્ષનો મૃતદેહ સીલિંગ ફેન સાથે દોરીથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામા હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.