સુરતમાં વોશબેસિનમાંથી નીકળ્યો દુર્લભ સાપ, કુદરતી વાતાવરણમાં છોડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતના લાલ દરવાજા વિસ્તારમાંથી એક રહેણાંક મકાનના બાથરૂમમાં વોશબેસિનમાંથી અચાનક દુર્લભ સાપ દેખાતાં પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો. નાગરિકે હેલ્પલાઇન પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાં જ સંસ્થાના સ્વયંસેવક ની તપાસમાં વોશબેસિન માંથી અઢી ફૂટ લાંબો Glossy-bellied Racer એટલે કે ‘ચળકતા પેટાળમાં ધામણ’ નામનો દુર્લભ સાપ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. આ સાપ મુખ્યત્વે પથરાળ ડુંગરાળ વિસ્તારો, ખુલ્લાં ખેતરો અને ઝાડી-ઝાંખરવાળા વિસ્તારોમાં જોવા મળે છે. રેસ્ક્યૂ કરાયેલા સાપને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડવામાં આવશે.
સુરતના લાલ દરવાજા રોડ પર ઇન્ફિનિટી ટાવર પાસે ઘનશ્યામ ઇલેક્ટ્રિક સ્ટેશન વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈના બાથરૂમમાં આ સાપ જોવા મળ્યો હતો. બાથરૂમના વોશબેસિનમાં સાપ છુપાયેલો હોવાની જાણ થતાં પરિવારજનોએ ગ્રીન ગાર્ડિયન ચેરીટેબલ ટ્રસ્ટની હેલ્પલાઇન પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાં જ સંસ્થાના સ્વયંસેવક અનિમેશ પટનાયક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્વયંસેવકોની શોધખોળ અને તપાસ બાદ તપાસ બાદ બાથરુમના વોશબેસિન માંથી અઢી ફૂટ લાંબો Glossy-bellied Racer એટલે કે ‘ચળકતા પેટાળની ધામણ’ નામનો દુર્લભ સાપ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. સુરતમાં સામાન્ય રીતે જોવા ન મળતો આ સાપ અર્ધ ઝેરી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. સામાન્ય રીતે આ પ્રજાતિના સાપ ૪થી ૫ ફૂટ સુધીના જોવા મળે છે, જ્યારે રેસ્ક્યૂ કરાયેલ સાપ ની લંબાઈ આશરે અઢી ફૂટ હતી. આ સાપ મુખ્યત્વે પથરાળ ડુંગરાળ વિસ્તાર, ખુલ્લાં ખેતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારોમાં જોવા મળે છે. રેસ્ક્યૂ કરાયેલા સાપને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડવામાં આવશે.
સુરતમાં આ સાપ દુર્લભ ગણાય છે. અગાઉ જૂન 2012માં ડિંડોલી વિસ્તારમાં Glossy-bellied Racerનું રેસ્ક્યૂ થયું હતું. તે સમયે પણ દક્ષિણ ગુજરાતમાં આ પ્રજાતિનું જોવા મળવું અસામાન્ય હોવાનું જણાવાયું હતું. ડિંડોલી માંથી મળેલો સાપ આશરે 3.4 ફૂટ લાંબો હતો.




