Surat

VIDEO| ગુજરાત: દીપડી શિકાર કરવા ગઈ અને નોળિયાએ બે ગુલાંટ ખવડાવી દીધી! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
સુરતના પલસાણા તાલુકાના વણેસા ગામે દીપડી અને નોળિયા વચ્ચેની રોમાંચક લડાઈનો વીડિયો વાયરલ થયો છે. શિકારની શોધમાં રહેલી દીપડીએ નોળિયા પર હુમલો કર્યો, પરંતુ નોળિયાએ હિંમતભેર પ્રતિકાર કરી દીપડીનું મોં પકડી લીધું. આશ્ચર્યજનક રીતે, નોળિયાએ દીપડીને 2 ગુલાંટ ખવડાવી દીધી હતી, જે દૃશ્યો કેમેરામાં કેદ થતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| ગુજરાત: દીપડી શિકાર કરવા ગઈ અને નોળિયાએ બે ગુલાંટ ખવડાવી દીધી! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

Surat Palsana Leopard-Mongoose Fight Video: સુરતના પલસાણા તાલુકાના વણેસા ગામે એક રોચક ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેમાં એક દીપડીએ શિકાર કરવા જતાં નોળિયાએ સામે પ્રતિકાર કર્યો હતો અને દીપડીને મોઢાથી પકડી લેતાં બે ગુલાંટ ખવડાવી દીધી હતી. આ અદ્ભુત ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

દીપડી શિકાર કરવા ગઈ અને નોળિયાએ બે ગુલાંટ ખવડાવી દીધી!

ઘટના એમ છે કે, વણેસા ગામે ભિમાડાથી ગોટિયા ફરિયા વચ્ચે દીપડી બેઠેલી જોવા મળતાં સ્થાનિકો ઉમટ્યા હતા. જ્યાં શિકારની શોધમાં બેઠેલી દીપડીને નોળિયો દેખાતા તેના પર તરાપ મારી હતી. જો કે, નોળિયાએ સામે પ્રતિકાર કરીને દીપડીનું મોં પકડી લીધુ હતુ, એટલાંમાં દીપડીએ પોતાના બચાવમાં ગુલાંટ મારી હતી.

દીપડી અને નોળિયા વચ્ચેની લડાઈના અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં દીપડીની તરાપ અને નોળિયાએ સામે કરેલા પ્રહાર બાદ દીપડીની ગુલાંટના રોચક દૃશ્યોએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.