VIDEO : સુરતના સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ અંતે કાબૂમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Massive Fire Breaks Out At Salasar Textile Market In Saroli Surat | ટેક્સટાઈલ સિટી સુરતમાં ફરી એકવાર આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક ભીષણ આગ ભડકી ઊઠતાં સમગ્ર માર્કેટ પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટની દુકાનોમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહિત હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે 10 જેટલા ફાયર સ્ટેશનની ગાડીઓ અને ફાયર ફાઈટર્સની મદદથી આગ પર મહામહેનતે કાબૂ મેળવી લેવાયો હતો.
10 ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના અલગ-અલગ 10 ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો અને ગાડીઓ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર અધિકારીઓ અને જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે ભારે મહેનત કરવામાં આવી હતી.
શોર્ટ સર્કિટથી આગ ભડકી હોવાનું પ્રાથમિક અનુમાન
પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિ ફસાયા હોવાના સમાચાર નથી. જોકે, એક જ અઠવાડિયામાં ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની આ બીજી ઘટના હોવાથી વેપારીઓમાં ચિંતા અને ફાળનું મોજું ફરી વળ્યું છે.




