CCTV: સુરતમાં પતિએ પ્રેમિકા સાથે મળીને પત્નીને ઢોર માર માર્યો, પોલીસે ગણતરીના કલાકોમાં પ્રવીણ ગોળકીયાની ધરપકડ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતના પ્રગતિ આઈટી પાર્ક પાસે પતિ-પત્ની વચ્ચે જાહેરમાં ઝઘડો થયા હોવાના CCTV ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, જાહેર રોડ પર પતિ પત્નીને ઢોર માર મારવા લાગે છે. જેમાં પતિ-પત્નીના ઝઘડા વચ્ચે પ્રેમિક પણ આવી પહોંચી હતી. જો કે, ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ જતાં પતિના વુધ મારથી પત્નીને બચાવવામાં આવી હતી. સમગ્ર મામલે પત્નીએ પોલીસમાં પતિ અને પ્રેમિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિ પ્રવીણ ગોળકીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં પતિએ પ્રેમિકા સાથે મળીને પત્નીને ઢોર માર માર્યો
ઘટના એમ છે કે, ગત 11 જુલાઈ, 2026ના રોજ પીડિત મહિલા પોતાની દીકરીને સ્કૂલે મૂકીને ઘરે આવી રહી હતી, ત્યારે સુરતના પ્રગતિ આઈટી પાર્ક પાસે રસ્તામાં પ્રવીણ ગોળકીયા અને આરતી પરમારની કાર સામે પીડિત મહિલાની મોપેડ સામે આવી જાય છે. પછી પતિ પ્રવીણ તેની પત્નીને કહે છે કે, 'તું કેમ મારા રસ્તા પર આડી આવે છે....' એટલાંમાં પ્રવીણ તેની પત્નીને જાહેર રસ્તા પર ગાળો આપવા લાગે છે અને પીડિતાના વાળ પકડી ચારથી પાંચ તમાચા મારીને ઝઘડો કરવા લાગે છે. આ દરમિયાન લોકો એકઠા થઈ જતાં મહિલાને બચાવવામાં આવી હતી.
આરોપી પતિની ધરપકડ
સમગ્ર મામલે પીડિત મહિલાએ પોલીસને જાણ કરતાં, ઉત્રાણ પોલીસે પ્રવીણ ગોળકીયા અને આરતી પરમાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 296(બી), 351(૩) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસે CCTV ફૂટેજ અને ફરિયાદના આધારે પ્રવીણ ગોળકીયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પતિ-પત્ની વચ્ચે અગાઉથી ચાલી રહ્યો છે કેસ
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાના લગ્ન વર્ષ 2010માં પ્રવીણ ગોળકીયા સાથે થયા હતા. લગ્નજીવનમાં પીડિતા અને પ્રવીણને 12 અને 16 વર્ષની બે દીકરીઓ છે. વર્ષ 2019થી મહિલાને પોતાના પતિ સાથે અણબનાવ થતાં તે પોતાની મોટી દીકરીને લઈ અલગ રહે છે. આ બાબતે પતિ-પત્નીના બનાવવાનો કેસમાં પણ ચાલી રહ્યો છે.









