સુરતના ભાજપ નેતાની પુત્રવધૂએ પતિના વ્યાભિચારથી કંટાળીએ જીવન ટુંકાવ્યું, આંત:વસ્ત્રોમાંથી મળી આવી સુસાઇડ નોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kadodara BJP Leader Daughter in Law Nidhi Kumari Case : સુરત જિલ્લાના પલસાણા તાલુકા હેઠળ આવેલા કડોદરા નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટીમાં રહેતા કડોદરા નગર ભાજપના મહિલા ઉપપ્રમુખ શશીસિંગ સંજયસિંગ રાજપુતની 24 વર્ષીય પુત્રવધૂ નિધિકુમારીએ ઘરમાં પ્રથમ માળે બેઠક રૂમમાં સીલિંગ ફેન સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ગત રવિવારે બનેલી આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે.
મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવો પડ્યો
બનાવ અંગે સંજયસિંગે કડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે નિધિકુમારીના વતન બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં રહેતા તેના ભાઈ આદિત્યકુમારને જાણ કરી હતી. જોકે, ભાઈએ પોતાની બહેનની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોતે વતનથી કડોદરા ન પહોંચે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. આ કારણે પોલીસે નિધિકુમારીના મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખવો પડ્યો હતો.
આંતરવસ્ત્રોમાંથી ચોંકાવનારી સ્યૂસાઈડ નોટ મળી
દરમિયાન તબીબી તપાસ વખતે નિધિકુમારીના આંતરવસ્ત્રોમાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યૂસાઈડ નોટમાં નિધિકુમારીએ લખ્યું હતું કે, તેના પતિ સૌરભ રાજપુતના અન્ય એક મહિલા સાથે અનૈતિક સંબંધો છે. લગ્નના 2 વર્ષના સમયગાળા દરમિયાન પતિ તેને અન્ય મહિલા સાથેના સંબંધોને કારણે સતત માનસિક ત્રાસ આપતો હતો. આ મહત્ત્વપૂર્ણ સ્યૂસાઈડ નોટ ડોક્ટરોએ તુરંત જ કડોદરા પોલીસને સોંપી દીધી હતી.
પોલીસે પતિ અને પ્રેમિકા સામે ગુનો નોંધ્યો
ઘટનાના 2 દિવસ બાદ કડોદરા પોલીસ સ્ટેશને પહોંચેલા ભાઈ આદિત્યકુમારે પીઆઈ વી.એ.દેસાઈ સમક્ષ પોતાની બહેનની હત્યા થઈ હોવાના પુનઃ આક્ષેપ કર્યા હતા. પોલીસે તેને નિધિકુમારીએ લખેલી સ્યૂસાઈડ નોટ બતાવીને સમગ્ર સત્ય સમજાવ્યું હતું. આખરે સ્યૂસાઈડ નોટ અને ભાઈની ફરિયાદના આધારે કડોદરા પોલીસે પતિ સૌરભ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.




