Surat

બ્રિસબેનમાં વસતા ગુજરાતીઓના ઘરે આનંદ ચૌદસ સુધી બાપ્પાની સ્થાપના, ઘરે જ ઈકો ફ્રેન્ડલી વિસર્જન

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં વસતો પટેલ પરિવાર ગણેશોત્સવને ભારતીય રીતરિવાજ મુજબ ઉજવે છે. તેઓ આનંદ ચૌદસ સુધી ગણેશજીની સ્થાપના કરી, ધાર્મિક પુસ્તક પઠન કરે છે. બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવી, ઘરે જ ઇકો-ફ્રેન્ડલી વિસર્જન કરે છે. ભારતીય સ્ટોરમાંથી પ્રતિમા લાવી, વિદેશમાં પણ વતનના માહોલનો અનુભવ કરે છે. ન્યુઝીલેન્ડમાં પણ ગુજરાતીઓ ઇકો-ફ્રેન્ડલી વિસર્જન કરી, માટીને પ્રસાદ રૂપે આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિસબેનમાં વસતા ગુજરાતીઓના ઘરે આનંદ ચૌદસ સુધી બાપ્પાની સ્થાપના, ઘરે જ ઈકો ફ્રેન્ડલી વિસર્જન

Ganeshotsav Special : ભારતથી દૂર હોવા છતાં પટેલ પરિવારની ગણેશભક્તિમાં દેશી રંગ, પૂજા-વિસર્જનની પરંપરા પણ ભારતીય રીત રિવાજ મુજબ જ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યના બ્રિસબેનમાં રહેતા પટેલ પરિવાર દ્વારા ગણેશજીની આનંદ ચૌદસ સુધી સ્થાપના કરવામાં આવે છે. પરિવાર દ્વારા પ્રથમ દિવસે ધાર્મિક પુસ્તકનું પઠન કરીને પૂજા કરવામાં આવે છે. ગણેશોત્સવના અંતિમ દિવસે બ્રાહ્મણને બોલાવી વિસર્જન પૂર્વેની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ઘરે જ ઈકો ફ્રેન્ડલી રીતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે.
પટેલ પરિવાર દ્વારા ગણેશજીની પ્રતિમા બ્રિસબેનના ઈન્ડિયન સ્ટોરમાંથી લાવવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયેલા કેયુર પટેલ, પર્લ પટેલ અને સ્વયંમ પટેલ પણ ગણેશોત્સવની ઉજવણીમાં જોડાય છે. વિદેશની ધરતી પર પરિવાર અને ભારતીયો એકત્ર થઈને બાપ્પાની આરતી અને પૂજા કરે છે ત્યારે જાણે પોતાના વતનનો જ માહોલ સર્જાય છે.
પરિવારના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયામાં રહીને પણ ભારતીય તહેવારોની ઉજવણી કરવામાં જે આનંદ મળે છે તે અલગ જ છે. આસપાસ રહેતા ભારતીય પરિવારો પણ એકબીજાના ઘરે તહેવારના પ્રસંગે મળતા હોવાથી ગણેશોત્સવ ધાર્મિક ઉજવણી સાથે સામાજિક મિલનનું માધ્યમ પણ બની રહ્યો છે.

10.jpg

ગણેશ વિસર્જનની માટી પણ ભક્તોને પ્રસાદરૂપે આપી
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં વસતા ગુજરાતીઓએ એકઠા મળી ગણેશોત્સવની ઉજવણી કરી હતી. નિકી પટેલ અને હર્ષ પટેલના ઘરે છેલ્લા ત્રણ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ઈન્ડિયન સ્ટોરમાંથી ઇકોફ્રેન્ડલી પ્રતિમા લાવી ગુજરાતી પરિવારો સાથે પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. દોઢ દિવસ બાદ બાપાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતથી અભ્યાસ માટે ગયેલા પર્લ પટેલ અને સ્વયંમ પટેલ પણ આ પટેલ પરિવાર સાથે ગણેશોત્સવમાં જોડાયા હતા અને હાલ જ ભારતથી ગયા હોય તેથી અહીના ગણેશોત્સવની યાદ તાજી થઈ ગઈ હતી. ઓકલેન્ડમાં દરિયા કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી ઘરે જ વિસર્જન કરવામાં આવશે. પ્રતિમાની માટી ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે, જેનો ઉપયોગ કુંડા કે છોડમાં કરી શકાશે. આમ, પર્યાવરણની જાળવણી સાથે બાપાની ભક્તિ અને ગુજરાતી પરિવારોની એકતાની અનોખી પરંપરા જળવાઈ રહી છે.