Surat

સુરતના પુણામાંથી 4 બોગસ ડૉક્ટર ઝડપાયા! ડિગ્રી વગર છેલ્લા 10 વર્ષથી કરતા હતા લોકોના આરોગ્ય સાથે ચેડાં

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
સુરત LCBએ પુણા વિસ્તારમાં દરોડા પાડી 4 બોગસ ડોકટરોને ઝડપી લીધા છે. આ ડોકટરો કોઈપણ મેડિકલ ડિગ્રી વગર 8 થી 10 વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા. પોલીસે 4.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના પુણામાંથી 4 બોગસ ડૉક્ટર ઝડપાયા! ડિગ્રી વગર છેલ્લા 10 વર્ષથી કરતા હતા લોકોના આરોગ્ય સાથે ચેડાં

Surat Fake Doctors: સુરત શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સ્ક્વોડે પુણા વિસ્તારમાં દરોડા પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતાં ચાર બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા છે. LCBની આ કાર્યવાહી દરમિયાન એલોપેથિક દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

4 બોગસ ડૉક્ટરો ઝડપાયા

મળતી માહિતી મુજબ, સુરત LCB સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે પુણા વિસ્તારમાં કેટલાક ઇસમો પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ સત્તાવાર ડિગ્રી કે રજિસ્ટ્રેશન ન હોવા છતાં તેઓ ક્લિનિક ખોલીને લોકોના જીવ જોખમાય તે રીતે સારવાર કરી રહ્યા છે અને એલોપેથિક દવાઓ આપી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને પુણાના રાજીવનગર વિસ્તારમાંથી 3 અને આશાનગર વિસ્તારમાંથી 1 મળી કુલ 4 બોગસ ડૉક્ટરોને ઝડપી લીધા હતા.

ધરપકડ કરાયેલા બોગસ તબીબોના નામ

•સમરબહાદુર પાલ
•તેજબહાદુર નિષાદ
•પ્રશાંત માલાકર
•સુબલ ગાચ્છી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ચારેય આરોપીઓ છેલ્લા 8થી 10 વર્ષ જેવા લાંબા સમયથી કોઈ પણ માન્ય ડિગ્રી વગર ગેરકાયદે રીતે ક્લિનિક ચલાવીને લોકોની સારવાર કરતા હતા. LCB સ્ક્વોડે ઘટનાસ્થળેથી એલોપેથિક દવાઓ, મેડિકલ સાધનો સહિત કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.