ન્યૂઝીલેન્ડે વેસ્ટઈન્ડીઝને હરાવતા ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, હવે ઈંગ્લેન્ડે ટેન્શન વધાર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Team India WTC Points Table 2025-27: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ટીમ ઈન્ડિયાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, એટલે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ટીમ વધુ નીચે ચાલી ગઈ છે. ન્યૂઝીલેન્ડે વેસ્ટઈન્ડીઝને વેલિંગ્ટન ટેસ્ટમાં 9 વિકેટથી હરાવ્યું અને આ સાથે જ તે ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ. આ જીતની સીધી અસર ભારતની રેન્કિંગ પર પડી અને ટીમ ઈન્ડિયા જેના કારણે તે એક સ્થાન નીચે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું.
પહેલી 2 WTC સિઝનમાં રનર્સ-અપ રહેનાર ભારતીય ટીમ ગત મહિને સાઉથ આફ્રિકાથી 0-2ની હાર બાદ પહેલા જ પાંચમાં નંબરે ચાલી ગઈ હતી. પરંતુ હવે ન્યૂઝીલેન્ડની મોટી જીતે પોઈન્ટ ટેબલમાં ફેરફાર કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયા હજુ પણ 100 ટકા પોઈન્ટ સાથે ટોપ પર છે. સાઉથ આફ્રિકા 75 ટકા પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. શ્રીલંકા અને પાકિસ્તાન ચોથા અને પાંચમા નંબરે છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં 66.67 ટકા પોઈન્ટ એકઠા કર્યા, જ્યારે ભારતના વિન-લૉસ ટકા 48.15 છે.
ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો ઈંગ્લેન્ડ એશેજમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વાપસી કરે છે તો ભારત સાતમાં નંબર પણ જઈ શકે છે. ઓસ્ટ્રેલિયા હાલ સીરિઝમાં 2-0થી આગળ છે. ભારતની આગામી ટેસ્ટ અસાઇનમેન્ટ આગામી વર્ષ ઓગસ્ટમાં શ્રીલંકા વિરુદ્ધ રમાશે.
ત્યારે ન્યૂઝીલેન્ડની જીતે તેમને WTC ફાઇનલમાં બીજી વખત જગ્યા બનાવવાની આશા પણ મજબૂત કરી દીધી છે. ત્રીજા દિવસે જૈકબ ડફીએ 5 વિકેટ ઝડપીને વેસ્ટઈન્ડીઝની બીજી ઈનિંગમાં માત્ર 128 રન પર રોકી દીધું. માત્ર 56 રનના નાના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે ડેવોન કોન્વે (28*) અને કેન વિલિયમસન (16*)ની મદદથી સરળતાથી હાંસલ કરી લીધો.
આ જીતથી ન્યૂઝીલેન્ડને 12 મહત્ત્વના WTC પોઈન્ટ મળ્યા અને તેઓ પાકિસ્તાન અને ભારતને પાછળ છોડતા ત્રીજા સ્થાન પર પહોંચી ગયું. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 18 ડિસેમ્બરે માઉન્ટ માઉંગાનુઈમાં શરૂ થશે.
WTC પોઈન્ટ સિસ્ટમ કેવી રીતે કરે છે કામ?
WTC પોઈન્ટ સિસ્ટમમાં જીત પર 12, ટાઈ પર 6 અને ડ્રો પર 4 પોઈન્ટ મળે છે. ટીમોની રેન્કિંગ કુલ પોઈન્ટ્સ નહીં, પરંતુ પોઈન્ટ્સ ટકાવારીના આધારે નક્કી થાય છે. 2027માં થનારી ફાઈનલમાં માત્ર ટોપ 2 ટીમ પહોંચશે. જો કોઈ ટીમની ઓવર ગતિ ધીમી રહેશે તો તેના પોઈન્ટ ઓછા થઈ શકે છે.









