60 સદી, 595 વિકેટ... વિજય હઝારે કોણ હતા જેમના નામે યોજાય છે ભારતની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vijay Hazare Trophy: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. તે વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હી માટે રમી રહ્યો છે અને તાજેતરમાં જ તેણે 77 રનની ઈનિંગ રમી છે. તેના કારણે વિજય હઝારે ટ્રોફી હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ સાથે જ યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગે પણ આ ટુર્નામેન્ટ તરફ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે વિજય હઝારે કોણ હતા, જેના નામ પર આ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે.
વિજય હઝારેમાં સ્ટાર પ્લેયર્સનો જલવો
વિજય હઝારે ટ્રોફીમાં વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, રિષભ પંત, રિંકુ સિંહ, દેવદત્ત પડ્ડિકલ અને સાઈ સુદર્શન જેવા ખેલાડીઓ પોતાનો જલવો દેખાડી રહ્યા છે. આ સ્ટાર ખેલાડીઓના કારણે સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ ટ્રેન્ડ્સ સુધી દરેક જગ્યાએ વિજય હઝારે ટ્રોફીનો ઉલ્લેખ થઈ રહ્યો છે અને લોકો તેની મેચ પણ ખૂબ જોઈ રહ્યા છે.
કોણ હતા વિજય હઝારે?
વિજય હઝારે એક દિગ્ગજ ભારતીય ક્રિકેટર હતા જેમણે ભારતને પ્રથમ ટેસ્ટ મેચ જીતાડી હતી. તેમનું પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે હતું. તેમનો જન્મ 11 માર્ચ, 1915ના રોજ થયો હતો, તેઓ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રિપલ સદી ફટકારનારા પ્રથમ બેટ્સમેન પણ હતા. આ સિવાય પણ તેમના નામે અનેક રેકોર્ડ પણ નોંધાયેલા છે. વિજય હઝારેએ ટેસ્ટમાં સાત સદી અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમણે કુલ 60 સદી ફટકારી હતી. આ ઉપરાંત તેમણે 595 વિકેટ પણ લીધી હતી. વિજય હઝારેને 1960માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેઓ આ સન્માન મેળવનારા પ્રથમ ક્રિકેટર હતા. તેમની સિદ્ધિઓના કારણે વર્ષ 2002માં તેમના નામ પરથી વિજય હઝારે ટ્રોફીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વિજય હઝારે ટ્રોફીઃ ગુજરાત સામેની મેચમાં વિરાટ કોહલી સદી ચૂક્યો, પંતે 70 રન ફટકાર્યા
વિજય હઝારે ટ્રોફીમાં ભારતના તમામ રાજ્યોની ઘરેલું ટીમો એકબીજા સામે ટકરાઈ છે. આ રાજ્યોમાંથી આવતા સ્ટાર ખેલાડીઓ પણ પોતાની ટીમો માટે રમે છે અને ઘણા યુવા ક્રિકેટરોને પણ દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાની તક મળે છે. આ ટુર્નામેન્ટમાં લગભગ 38 ટીમો ભાગ લે છે, જેમાં રેલવે અને સર્વિસીસ ટીમો પણ સામેલ છે.









