Sports

અમને કશું ભીખમાં નથી મળ્યું... ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 39 વર્ષીય લિયોનેલ મેસ્સીએ છેલ્લી 7 મિનિટમાં જાદુ બતાવી ટીમને જીત અપાવી. 55મી મિનિટે ઇંગ્લેન્ડ 1-0થી આગળ હતું, પરંતુ મેસ્સીના પાસ પર એન્ઝો ફર્નાન્ડીઝે 85મી મિનિટે ગોલ કરી સ્કોર 1-1 કર્યો. ઇન્જરી ટાઇમમાં મેસ્સીના ક્રોસ પર માર્ટિનેઝે ગોલ કરી આર્જેન્ટિનાને જીત અપાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમને કશું ભીખમાં નથી મળ્યું... ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

Argentina Beat England FIFA World Cup 2026 : ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2026ની રોમાંચક સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કરી ઇતિહાસ રચવા તરફ મજબૂત કદમ વધાર્યા છે. એક સમયે હારની અણી પર રહેલી આર્જેન્ટિનાની ટીમને 39 વર્ષના ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસ્સીએ પોતાની અદ્ભુત રમતથી જીત અપાવી હતી.

છેલ્લી 7 મિનિટમાં મેસ્સીનો જાદુ, ઇંગ્લેન્ડનું સપનું ચકનાચૂર

મેચના 55મા મિનિટમાં એન્થોની ગોર્ડનના ગોલની મદદથી ઇંગ્લેન્ડ 1-0થી લીડ મેળવીને જીત તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ મેચની 85મી મિનિટમાં મેસ્સીએ લીધેલા શોર્ટ કોર્નર અને એન્ઝો ફર્નાન્ડીઝને આપેલા સચોટ પાસથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો. અસલી રોમાંચ ઇન્જરી ટાઇમના સ્ટોપેજ ટાઇમની બીજી મિનિટમાં જોવા મળ્યો જ્યારે મેસ્સીના શાનદાર ક્રોસ પાસ પર માર્ટિનેઝે હેડર વડે શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાને 2-1થી ફાઇનલની ટિકિટ અપાવી દીધી હતી.

જીત બાદ ટીકાકારો પર વરસ્યો મેસ્સી

આ ઐતિહાસિક જીત બાદ કેપ્ટન મેસ્સીએ ટીકાકારોને આકરો જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું કે, “ઘણી ટીકાઓ વચ્ચે અમે અહીં પહોંચ્યા છીએ. લોકો કંઈ પણ કહે કે કોઈને પણ દુઃખ થાય, અમે મેદાન પર સાબિત કર્યું છે કે અમને કોઈ વસ્તુ ખેરાતમાં નથી મળી. જો અમે આજે હારી ગયા હોત તો લોકો ફરી બકવાસ કરવા લાગત, પણ અમે તેમને તે તક આપી નથી.”

ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સી સૌથી આગળ

આ મેચ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પણ સ્વીકાર્યું કે મેસ્સીને આખી મેચમાં રોકી શકાય છે પરંતુ છેલ્લી ક્ષણોમાં તે મેચ છીનવી જાય છે. લિયોનેલ મેસ્સી હાલમાં 8 ગોલ અને 2 આસિસ્ટ સાથે કિલિયન એમ્બાપ્પેને પાછળ છોડીને ગોલ્ડન બૂટની રેસમાં ટોચ પર પહોંચી ગયા છે.