Sports

ચહલ-ધનશ્રી બાદ વિરેન્દ્ર સહેવાગના પણ તેની પત્ની સાથે સંબંધોમાં ખટાશ! એકબીજાને કર્યા અનફોલો

By GS Team
24 Jan 20252 mins read
This article was originally published on 24 Jan 2025
TukuTouch Logo
ભારતીય સ્ટાર ક્રિકેટર ચહલ અને તેની પત્ની ધનશ્રી છૂટાછેડા લઈ રહ્યા હોવાની અટકળો વચ્ચે વધુ એક દિગ્ગજ નિવૃત્ત ખેલાડી વિરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી અહલાવતે પણ છૂટાછેડા લીધા હોવાની અફવા સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. હંમેશા લાઈમ લાઈટથી દૂર રહેતા આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરતાં છૂટાછેડા લીધા હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચહલ-ધનશ્રી બાદ વિરેન્દ્ર સહેવાગના પણ તેની પત્ની સાથે સંબંધોમાં ખટાશ! એકબીજાને કર્યા અનફોલો

Virender Sehwag-Aarti Ahlawat divorce rumours: ભારતીય સ્ટાર ક્રિકેટર ચહલ અને તેની પત્ની ધનશ્રી છૂટાછેડા લઈ રહ્યા હોવાની અટકળો વચ્ચે વધુ એક દિગ્ગજ નિવૃત્ત ખેલાડી વિરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી અહલાવતે પણ છૂટાછેડા લીધા હોવાની અફવા સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. હંમેશા લાઈમ લાઈટથી દૂર રહેતા આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરતાં છૂટાછેડા લીધા હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે, વિરેન્દ્ર સેહવાગ અને પત્ની આરતી અહલાવતે હજી સુધી આ અફવાઓ પર કોઈ સ્પષ્ટતા આપી નથી. બંને છેલ્લા કેટલાક સમયથી અલગ રહેતાં હોવાના અહેવાલો પણ મીડિયા રિપોર્ટમાં મળ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓના પર્સનલ લાઈફમાં કડવાશ સતત વધતી જોવા મળી રહી છે. હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા બાદ ચહલ અને ધનશ્રીના સંબંધોમાં કડવાશ વધી હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. એવામાં વધુ એક ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પણ પત્નીથી અલગ થયો હોવાના અહેવાલો મળ્યા છે.

બે બાળકોનો પિતા સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી મોટાભાગે પબ્લિસિટીથી દૂર રહેવાનું પસંદ કરતાં હતા. પરંતુ જ્યારે પણ તેઓ જોવા મળે ત્યારે સાથે જ દેખાતા હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હતો. તેમને બે બાળકો આર્યવીર અને વેદાંત છે. 17 વર્ષીય આર્યવીર પણ પિતાની જેમ ધુંઆધાર બેટિંગ માટે જાણીતો છે. તે ઘરેલુ ક્રિકેટ રમે છે. નિવૃત્ત ક્રિકેટર સેહવાગ ક્રિકેટ કોમેન્ટ્રી કરી ગેમ સાથે જોડાયેલો છે.

આ પણ વાંચોઃ રણજીમાં ગુજરાતના સિદ્ધાર્થ દેસાઈએ 9 વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો, વર્ષો જૂનો રૅકોર્ડ ધ્વસ્ત

કોણ છે આરતી અહલાવત

45 વર્ષીય આરતી અહલાવતે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમાનો અભ્યાસ કરેલો છે. આરતીના પિતા એડવોકેટ હતાં. બિઝનેસવુમન આરતી ઈવેન્ચુરા ક્રિએશન, એવીએસ હેલ્થકેર પ્રા.લિ., એએસવી ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રા.લિ. અને એસએમજીકે એગ્રો ઈમ્પેક્સ પ્રા.લિ.ની ડિરેક્ટર છે. 2019માં આરતીના બિઝનેસ પાર્ટનર્સે તેની નકલી સાઈન કરી રૂ. 4.5 કરોડની લોન મેળવી છેતરપિંડી કરી હતી. આરતીએ તેમની વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.

બાળપણનો પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો હતો

સેહવાગ અને આરતી બાળપણથી પ્રેમના તાંતણે બંધાયેલા હતા. વિરેન્દ્રના પિતરાઈ ભાઈએ આરતીની કાકી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે વિરેન્દ્ર સાત વર્ષનો અને આરતી પાંચ વર્ષની હતી. ત્યારથી જ બંને  મિત્રો બન્યા હતા. સેહવાગે 21 વર્ષની વયે આરતીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. 2004માં બંનેએ લગ્ન કરી પોતાનો સુખી સંસાર શરૂ કર્યો હતો. 2015માં સેહવાગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.