વિજય હઝારે ટ્રોફીમાં રમીને કેટલું કમાશે વિરાટ કોહલી અને રોહિત શર્મા? જાણો મેચ ફીસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

How much Money Virat and Rohit earn From VHT: ઘરેલુ ક્રિકેટ માટે સારા સમાચાર છે કે, ભારતીય બેટિંગના દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી વિજય હઝારે ટ્રોફી 2025-26માં રમતા જોવા મળશે. તેનાથી ભારતની સૌથી પોપ્યુલર 50 ઓવરની ટુર્નામેન્ટના રોમાંચમાં વધારો થશે. રોહિત શર્માને મુંબઈ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે ટીમની પ્રથમ બે મેચ માટે ઉપલબ્ધ રહેશે, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ તેની પુષ્ટિ કરી છે. પૂર્વ ભારતીય કેપ્ટન જયપુરમાં શાર્દુલ ઠાકુરની આગેવાની હેઠળની ટીમમાં જોડાશે, જ્યાં મુંબઈને એલીટ ગ્રૂપ Cમાં રાખવામાં આવ્યું છે.
વિરાટ કોહલીએ દિલ્હીની શરૂઆતની મેચો માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ સ્ટાર બેટ્સમેનને શરૂઆતના રાઉન્ડ માટે ટીમમાં સામેલ કર્યો છે. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને કેપ્ટન અને આયુષ બદોનીને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દિલ્હીની મેચો બેંગલુરુમાં રમાશે.
જાણો વિજય હઝારે ટ્રોફીની શરૂઆત ક્યારથી થશે
વિજય હઝારે ટ્રોફી 2025-26ની શરૂઆત 24 ડિસેમ્બરથી થશે. લીગ સ્ટેજ 8 જાન્યુઆરી 2026 સુધી ચાલશે, ત્યારબાદ નોકઆઉટ મેચ અને ફાઈનલ 18 જાન્યુઆરીએ રમાશે. ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિત અને કોહલીએ હવે ભારત માટે માત્ર વનડે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેઓ આ ટુર્નામેન્ટને ન્યુઝીલેન્ડ સામેની 11 જાન્યુઆરી 2026થી શરૂ થનારી ઘરેલુ વનડે સીરિઝ પહેલા એક મહત્વપૂર્ણ પ્રેક્ટિસ મેચ તરીકે રમી રહ્યા છે.
વિજય હઝારે ટ્રોફીમાં ખેલાડીઓને તેમના અગાઉના લિસ્ટ A અનુભવના આધારે પ્રતિ મેચ ફીસ મળે છે. જે ખેલાડીઓએ 41 કે તેથી વધુ લિસ્ટ A મેચ રમી છે તેને 60,000 રૂપિયા, જેણે 21-40 મેચ રમી છે તેને 50,000 અને જે લોકોએ 0-20 મેચ રમી છે તેને 40,000 પ્રતિ મેચ મળે છે. રિઝર્વ ખેલાડીઓને આ રકમનો અડધો ભાગ ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ બાદ બદલાશે ભારતનો કેપ્ટન! ગુજરાતી સ્ટાર સહિત 3 ખેલાડીઓ રેસમાં
વિજય હઝારે ટ્રોફીમાં રમીને કેટલું કમાશે વિરાટ કોહલી અને રોહિત શર્મા
વિરાટ કોહલીએ 40થી વધુ મેચ રમી છે, તેથી તેને પ્રતિ મેચ 60,000 મળશે. તે દિલ્હી માટે ત્રણ મેચ રમી શકે છે, આવી સ્થિતિમાં વિજય હઝારે ટ્રોફીમાં કુલ 1.80 લાખ કમાય શકે છે. રોહિત શર્મા માટે પણ પ્રતિ મેચ ફીસ વિરાટ જેટલી જ હશે. પૂર્વ ભારતીય કેપ્ટન આ ટુર્નામેન્ટમાં મુંબઈ માટે બે મેચ રમી શકે છે, આવી સ્થિતિમાં તે 1.20 લાખ કમાય શકે છે.









