Sports

VIDEO : 4, 4, 4, 4, 4... ગુજરાત સામે વિરાટ કોહલીની તોફાની બેટિંગ, ધોવાયા બાદ રબાડાએ લીધો બદલો

By GS TEAM
30 Apr 20262 mins read
TukuTouch Logo
આઈપીએલ-2026ના આજે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ તોફાની બેટિંગ કરી છે. મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુનો ઓપનિંગમાં આવેલો જેકોબ બેથેલ માત્ર 5 રને આઉટ થયો હતો. જોકે તે પછી વિરાટો વિસ્ફોટ રબાડાની ઓવરમાં જોરદાર વિસ્ફોટ બેટિંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : 4, 4, 4, 4, 4... ગુજરાત સામે વિરાટ કોહલીની તોફાની બેટિંગ, ધોવાયા બાદ રબાડાએ લીધો બદલો

IPL 2026, GT vs RCB : આઈપીએલ-2026ના આજે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ તોફાની બેટિંગ કરી છે. મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુનો ઓપનિંગમાં આવેલો જેકોબ બેથેલ માત્ર 5 રને આઉટ થયો હતો. જોકે તે પછી વિરાટો વિસ્ફોટ રબાડાની ઓવરમાં જોરદાર વિસ્ફોટ બેટિંગ કરી છે.

કોહલીનો રબાડા પર પ્રહાર

મેચની બીજી જ ઓવરમાં વિરાટ કોહલી (Virat Kohli )એ ગુજરાતના ઝડપી બોલર કગિસો રબાડા (Kagiso Rabada)ની જોરદાર ધોલાઈ કરી છે, જેમાં તેણે સતત 5 ચોગ્ગા ફટકારી સ્ટેડિયમમાં દર્શકોમાં ખુશખુશાલ કી દીધા છે. રસપ્રદ વાત એ છે કે, રબાડાએ ધોલાઈનો બદલો પણ લીધો છે, તેણે ઓવરના છેલ્લા બોલે કોહલીને આઉટ પણ કરી દીધો છે.

રબાડાએ લીધો બદલો

રબાડા પોતાની પ્રથમ ઓવરમાં જ જોરદાર ધોવાયો હતો, જોકે તે ચોથી ઓવરમાં આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. રબાડાએ શાનદાર વાપસી કરતા વિરાટ કોહલીને આઉટ કરીને પોતાનો બદલો પૂરો કર્યો હતો. કોહલી 13 બોલમાં 28 રન બનાવી રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. પોતાની આ તોફાની પારીમાં કોહલીએ 215.38 ના સ્ટ્રાઈક રેટથી 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

આ પણ વાંચો : ‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર

આ પણ વાંચો : બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય