Sports

VIDEO : દર્દનાક દુર્ઘટના, કોમનવેલ્થ ગેમ્સમાં 19 વર્ષનો જિમ્નાસ્ટ જમીન પર પટકાયો

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026ની મેન્સ જિમ્નાસ્ટિક્સ ફાઇનલ દરમિયાન, 19 વર્ષીય ઇંગ્લિશ એથલીટ ગેબ્રિયલ લેંગટન હોરિઝોન્ટલ બાર પરથી માથાભેર પટકાયો હતો. ભયાનક અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર બાદ તેની હાલત સ્થિર છે અને તે વાતચીત કરી શકે છે. ઇંગ્લેન્ડે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : દર્દનાક દુર્ઘટના, કોમનવેલ્થ ગેમ્સમાં 19 વર્ષનો જિમ્નાસ્ટ જમીન પર પટકાયો

Commonwealth Games Gymnastics Accident : ગ્લાસગોમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026 માં શુક્રવારે મેન્સ જિમ્નાસ્ટિક્સ ફાઇનલ દરમિયાન એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. ઇંગ્લેન્ડનો 19 વર્ષીય એથલીટ ગેબ્રિયલ લેંગટન (Gabriel Langton) રમત દરમિયાન માથાના ભાગે સીધો જમીન પર પટકાયો હતો. આ ભયાનક અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોરિઝોન્ટલ બાર પરથી હાથ લપસતાં અકસ્માત

ગેબ્રિયલ લેંગટન હોરિઝોન્ટલ બાર પર રોટેશન કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનો હાથ લપસી ગયો હતો. તે માથા અને ગરદનના ભાગે જમીન પર ફેંકાઈ જતાં આખા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. તે પોતે ઊભા રહેવામાં અસમર્થ હોવાથી મેડિકલ ટીમે તેની ગરદન અને માથાને સ્પેશિયલ સપોર્ટ આપીને સ્ટ્રેચર દ્વારા બહાર મોકલ્યો હતો. આ ઘટનાના કારણે થોડા સમય માટે રમત રોકવી પડી હતી.

ઇંગ્લેન્ડની ટીમે સિલ્વર મેડલ જીત્યો

ઓલિમ્પિક મેડાલિસ્ટ મેક્સ વિટલોકની જગ્યાએ ટીમમાં સામેલ થયેલા લેંગટન વિના પણ ઇંગ્લેન્ડની ટીમે રમત ચાલુ રાખી હતી. આ સ્પર્ધામાં ઇંગ્લેન્ડે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે કાનડાએ ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સારવાર બાદ ખેલાડીની હાલતમાં સુધારો

ફાઇનલ ઇવેન્ટ પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડની ટીમે આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, 'લેંગટનની હાલત હવે સ્થિર છે, તે ચાલી શકે છે અને સરખી રીતે વાત પણ કરી રહ્યો છે.' ડોક્ટરોની 24 કલાકની દેખરેખ હેઠળ રહ્યા બાદ બીજા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.