Sports

VIDEO | વૈભવ સૂર્યવંશી અને તિલક વર્મા વચ્ચે મેદાનમાં ઝઘડો! સ્લેજિંગ બાદ મામલો ગંભીર થતાં અમ્પાયર્સ વચ્ચે પડ્યાં

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે દુલીપ ટ્રોફીની ફાઈનલમાં સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા અને ઈસ્ટ ઝોનના વાઈસ કેપ્ટન વૈભવ સૂર્યવંશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. 16 વર્ષીય વૈભવને તિલકે સ્લેજિંગ કરતા વાતાવરણ ગરમાયું. બંને ખેલાડીઓ નજીક આવી જતાં અમ્પાયરે વચ્ચે પડી મામલો થાળે પાડવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | વૈભવ સૂર્યવંશી અને તિલક વર્મા વચ્ચે મેદાનમાં ઝઘડો! સ્લેજિંગ બાદ મામલો ગંભીર થતાં અમ્પાયર્સ વચ્ચે પડ્યાં

Vaibhav Suryavanshi And Tilak Varma Clash: ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી દુલીપ ટ્રોફી (2026-27)ની ફાઈનલ મેચ દરમિયાન મેદાન પર વાતાવરણ ભારે ગરમ થઈ ગયું હતું. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા અને ઈસ્ટ ઝોનના યુવા વાઈસ કેપ્ટન વૈભવ સૂર્યવંશી વચ્ચે બોલાચાલી થતાં વિવાદ સર્જાયો હતો. મામલો એટલો વધી ગયો હતો કે બંને વચ્ચે વાત અમ્પાયર સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે સ્થિતિ થાળે પાડવા અમ્પાયરે વચમાં આવી બચાવ કરવો પડ્યો હતો.

સ્લેજિંગથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો

અહેવાલો અનુસાર, મેચ દરમિયાન બેટિંગ કરી રહેલા કે રમતના કોઈ ચોક્કસ તબક્કે તિલક વર્માએ 16 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને લક્ષ્ય બનાવી સ્લેજિંગ કરતાં ટિપ્પણી કરી હતી. તિલકે વૈભવને કહ્યું હતું કે, 'ક્યા યાર, યે વાઈસ કેપ્ટન….' આ ટિપ્પણી સાંભળીને વૈભવ પણ શાંત રહ્યો નહોતો અને તેણે તિલકને વળતો જવાબ આપ્યો હતો.

બંને ખેલાડીઓ એકબીજાની નજીક આવી ગયા હતા અને તેની વચ્ચે ઉગ્ર તુ-તુ-મેં-મેં શરૂ થઈ ગઈ હતી. સ્થિતિ વણસતી જોઈને મેદાન પર હાજર અમ્પાયરોએ ત્વરિત હસ્તક્ષેપ કર્યો હતો અને બંને ખેલાડીઓને અટકાવી મામલો શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડીઓ ભારતીય ટી20 ટીમનો પણ ભાગ છે, તેવામાં ઘરેલું ક્રિકેટની ફાઈનલ મેચમાં આ પ્રકારે સામસામે આવી જવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.