VIDEO : ગુસ્સામાં તુક્કો અને બેટ્સમેન OUT... ક્રિકેટ ઇતિહાસની સૌથી વિચિત્ર વિકેટ જુઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Himmat Singh Kicks Run Out: દિલ્હી પ્રીમિયર લીગમાં 4 ઓગસ્ટના રોજ રમાયેલા એક મુકાબલામાં ન્યૂ દિલ્હી ટાઈગર્સના કેપ્ટન હિંમત સિંહે ક્રિકેટ ઈતિહાસનો સૌથી વિચિત્ર અને યાદગાર રન આઉટ કર્યો છે. મેચના અંતિમ બોલ પર હાથમાંથી બોલ છટકી ગયા બાદ તેણે ગુસ્સામાં મારેલી લાત સીધી સ્ટમ્પ્સ પર વાગતાં બોલ રન આઉટમાં પરિણમ્યો હતો. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ક્રિકેટ ઈતિહાસનો સૌથી નસીબદાર રન આઉટ ગણાવી રહ્યા છે.
અંતિમ બોલ પર ડ્રામા અને સુપર ઓવરનો રોમાંચ
15 ઓવરના આ રોમાંચક મુકાબલામાં આઉટર દિલ્હી વોરિયર્સને જીતવા માટે છેલ્લી બોલ પર માત્ર 1 રનની જરૂરિયાત હતી. બેટ્સમેને સોલિડ શોટ ફટકાર્યો અને બંને બેટ્સમેનો રન માટે દોડી પડ્યા. બોલ ન્યૂ દિલ્હી ટાઈગર્સના કેપ્ટન હિંમત સિંહ પાસે પહોંચ્યો હતો અને તેમની પાસે બેટ્સમેનને સરળતાથી રન આઉટ કરવાનો પૂરો મોકો હતો.
પરંતુ ઉતાવળમાં હિંમત સિંહથી બોલ પકડવામાં ભૂલ થઈ ગઈ અને આસાન તક હાથમાંથી જતી રહી. હાથમાંથી તક છટકતાં જ તેમણે નિરાશા અને ગુસ્સામાં આવીને બોલને કિક મારી દીધી. આશ્ચર્યજનક રીતે, હિંમત સિંહે મારેલી આ લાતથી બોલ સીધો નોન-સ્ટ્રાઈકર એન્ડના સ્ટમ્પ્સ સાથે ત્રાટક્યો હતો.
પ્રથમ સલૂજા રન આઉટ થતાં મેચ ટાઈ થઈ
જે સમયે બોલ સ્ટમ્પ્સ પર લાગ્યો ત્યારે આઉટર દિલ્હી વોરિયર્સનો બેટ્સમેન પ્રથમ સલૂજા ક્રિઝથી ઘણો દૂર હતો, જેના કારણે તેને રન આઉટ જાહેર કરવામાં આવ્યો. આ વિકેટ સાથે જ સ્કોર સરભર થયો અને મેચ ટાઈ થઈને સુપર ઓવર માં પહોંચી ગઈ હતી.
મેદાન પર હાજર તમામ ખેલાડીઓ આ અદ્ભુત રન આઉટ જોઈને દંગ રહી ગયા હતા. જોકે, પાછળથી રમાયેલી સુપર ઓવરમાં આઉટર દિલ્હી વોરિયર્સે બાજી મારી લીધી હતી અને વિજય મેળવ્યો હતો, પરંતુ હિંમત સિંહનો આ કિક રન આઉટ આખી મેચનો સૌથી વધુ વાયરલ અને ચર્ચિત ક્ષણ બની ગયો છે.









