Sports

VIDEO : કીપરની એક ભૂલ અને મેદાનમાં ઢળી પડ્યો ખેલાડી, બધા હસી હસીને લોટપોટ થયા

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
કાઉન્ટી ચેમ્પિયનશિપની યોર્કશાયર અને સરે વચ્ચેની મેચમાં ધ ઓવલ ખાતે એક વિચિત્ર ઘટના બની હતી. વિકેટકીપર જૉની બેરસ્ટોએ ફેંકેલો બોલ તેમના જ સાથી ફિલ્ડરને ગુપ્ત ભાગમાં વાગ્યો હતો. અસાવધ ખેલાડી દર્દથી તરફડ્યો, જ્યારે બેરસ્ટો હસવા લાગ્યા. આ અસામાન્ય ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે દર્શાવે છે કે ક્રિકેટમાં સતર્કતા કેટલી જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : કીપરની એક ભૂલ અને મેદાનમાં ઢળી પડ્યો ખેલાડી, બધા હસી હસીને લોટપોટ થયા

Bairstow Bizarre Throw Injures Teammate: કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વનની એક મેચ દરમિયાન એક અત્યંત વિચિત્ર અને રમુજી ઘટના સામે આવી છે, જેમાં ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જૉની બેરસ્ટોના થ્રોના કારણે તેમનો જ સાથી ખેલાડી મેદાન પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ અસામાન્ય ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ગ્રોઇન એરિયામાં બોલ વાગતાં ખેલાડી મેદાન પર તરફડ્યો

આ ઘટના યોર્કશાયર અને સરે વચ્ચે ધ ઓવલ ખાતે 2થી 4 સપ્ટેમ્બર દરમિયાન રમાયેલી 52મી મેચ દરમિયાન બની હતી. સરેની બીજી ઇનિંગ દરમિયાન યોર્કશાયરના ફાસ્ટ બોલરે ડાબોડી બેટ્સમેનને એક ઉત્કૃષ્ટ ગુડ-લેન્થ બોલ ફેંક્યો, જે બેટ્સમેનને સંપૂર્ણપણે થાપ આપીને વિકેટકીપર જૉની બેરસ્ટોના ગ્લોવ્ઝમાં સમાઈ ગયો હતો.

બોલ પકડ્યા બાદ બેરસ્ટોએ સાવ સામાન્ય અંદાજમાં પોતાની પાછળ ઊભેલા ફર્સ્ટ સ્લિપના ફિલ્ડર તરફ બોલ ઉછાળ્યો હતો. જોકે, ફર્સ્ટ સ્લિપમાં ઊભેલો ખેલાડી તે ક્ષણે સજાગ નહોતો અને તેનું ધ્યાન બીજે હોવાને કારણે બોલ સીધો તેના સંવેદનશીલ અંગ પર જઈને અથડાયો હતો. બોલ વાગતાની સાથે જ ખેલાડી તીવ્ર દર્દના કારણે મેદાન પર પડીને કણસવા લાગ્યો હતો.

બેરસ્ટો પણ પોતાનું હાસ્ય રોકી ન શક્યા

આ અનપેક્ષિત દુર્ઘટના જોઈને ખુદ જૉની બેરસ્ટો પણ મેદાન પર હસી પડ્યા હતા. તેઓ મોં પર હાથ રાખીને હસતા કેમેરામાં કેદ થઈ ગયા હતા, જ્યારે ડ્રેસિંગ રૂમમાં પણ સાથી ખેલાડીઓ હસી પડ્યા હતા. આ ઘટના દર્શાવે છે કે ક્રિકેટના મેદાન પર ફિલ્ડરોએ સતત કેટલું સતર્ક અને ચોક્કસ રહેવું પડે છે, કારણ કે એક નાની સરખી ચૂક પણ મોટી અણધારી મુશ્કેલી ઊભી કરી શકે છે.

રોમાંચક મુકાબલામાં સરેની 1 વિકેટે જીત

મેચના પરિણામની વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યોર્કશાયરની ટીમ પ્રથમ ઇનિંગમાં 185 રન બનાવી શકી હતી. તેના જવાબમાં સરેની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, બીજી ઇનિંગમાં યોર્કશાયરની બેટિંગ લાઇન-અપ પણ પડી ભાંગી હતી અને સમગ્ર ટીમ માત્ર 82 રનમાં સમેટાઈ ગઈ હતી. પરિણામે સરેને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેમણે 9 વિકેટ ગુમાવીને રોમાંચક રીતે હાંસલ કરી લીધો હતો અને મેચમાં 1 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી.