Get The App

વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ 1 - image


Vaibhav Suryavanshi Bouncer Problem : 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 6 મેચની 6 ઇનિંગ્સમાં 44 ની સરેરાશથી 264 રન બનાવ્યા છે. આ દરમિયાન વૈભવનો સ્ટ્રાઈક રેટ 147.48 રહ્યો હતો અને તેણે આખા વર્લ્ડ કપમાં 26 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા.

સેમીફાઈનલમાં તોફાની બેટિંગ

બુધવારે (4 જાન્યુઆરી) અફઘાનિસ્તાન સામેની સેમીફાઈનલ મેચમાં વૈભવે માત્ર 33 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. એક સમયે લાગતું હતું કે, તે સદી ફટકારશે, પરંતુ ફરી એકવાર બાઉન્સર બોલ સામે તે લાચાર દેખાયો અને નૂરિસ્તાની ઉમરઝઈના બોલ પર ઓસ્માન સાદાતના હાથે કેચ આઉટ થયો હતો.

વૈભવની નબળી કડી બાઉન્સર બોલ

આ વર્લ્ડ કપમાં વૈભવની આક્રમક રમતની સાથે તેની એક નબળાઈ પણ સામે આવી છે. તે બાઉન્સર બોલને યોગ્ય રીતે ન્યાય નથી આપી શકતો. 6 મેચોમાંથી 4 વાર તે શોર્ટ અથવા બાઉન્સર બોલ પર તે આઉટ થયો છે:

અમેરિકા સામે: ઋત્વિક અપ્પિડીના બોલ પર 2 રન બનાવી બોલ્ડ થયો.

બાંગ્લાદેશ સામે: 72 રન બનાવ્યા બાદ શોર્ટ બોલ પર મોટો શોટ મારવા જતાં કેચ આઉટ થયો.

ન્યુઝીલેન્ડ સામે: 40 રન પર રમતા વૈભવે જસકરન સંધૂના ઓફ-સ્ટમ્પની બહારના બાઉન્સર પર પુલ શોટ મારવાની કોશિશ કરી અને મિડ-ઓફ પર કેચ આઉટ થયો.

ઝિમ્બાબ્વે સામે: 2 રન બનાવીને સીધો મિડ-ઓફ ફિલ્ડરને કેચ આપી બેઠો.

પાકિસ્તાન સામે: 30 રન બનાવીને ફરી બાઉન્સરનો શિકાર બન્યો. સ્ક્વેર પર પુલ શોટ મારવાના પ્રયાસમાં બોલ બેટની નીચેની ધાર પર લાગીને કીપરના હાથમાં ગયો.

આ પણ વાંચો : સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં

સુધારો જરૂરી

વૈભવ સૂર્યવંશી બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે બાઉન્સર બોલ પર જ આઉટ થયો છે. વિરોધી ટીમોએ હવે તેની આ નબળાઈ જાણી લીધી છે, તેથી આગળની કારકિર્દી માટે તેણે ટૂંકા બોલ (બાઉન્સર) સામે રમવાની પોતાની ટેકનિકમાં સુધારો કરવો પડશે.