Get The App

IPL 2026 : વૈભવે ઝડપી ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, જૂઓ Top-10 બેટરોનું લિસ્ટ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026 : વૈભવે ઝડપી ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, જૂઓ Top-10 બેટરોનું લિસ્ટ 1 - image

Vaibhav Suryavanshi Records Fastest IPL Half-Century : ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2026ની ત્રીજી મેચમાં વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. 128 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી છે. આ આઈપીએલની સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી અડધી સદી છે. વૈભવે 5 સિક્સર અને 4 ચોગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી છે.

17 બોલમાં 52 રન ફટકાર્યા

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી 17 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તે સિક્સર મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. વૈભવે ઈન્ટરનેશનલ ક્રિકેટના મોટા-મોટા બોલરોની ધોલાઈ કરી હતી. વૈભવ સૂર્યવંશી અફઘાનિસ્તાનના નૂર અહેમદ અને ન્યુઝીલેન્ડના મેટ હેનરી પર તૂટી પડ્યો હતો. આ દરમિયાન વૈભવનો સ્ટ્રાઈક રેટ 300થી વધુ રહ્યો હતો.

વૈભવે 35 બોલમાં સદી ફટકારી હતી

વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે એટલે કે, આઈપીએલ 2025માં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. ત્યારે તે આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો હતો. વૈભવે માત્ર 14 વર્ષની ઉંમરે ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારી હતી. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ આઈપીએલ 2025માં વૈભવે 7 સિક્સર અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં વૈભવે 17 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, તે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી શક્યો ન હતો. આઈપીએલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ગેલના નામે છે, જેણે 30 બોલમાં સદી ફટકારી છે.

IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારના ટોપ-10 બેટરોની યાદી

  1. યશસ્વી જાયસ્વાલ : 13 બોલ - મેચ: રાજસ્થાન રોયલ્સ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ (કોલકાતા, 11 મે 2023)
  2. કે.એલ. રાહુલ : 14 બોલ - મેચ: કિંગ્સ ઇલેવન પંજાબ વિ. દિલ્હી કેપિટલ્સ (મોહાલી, 08 એપ્રિલ 2018)
  3. પેટ કમિન્સ : 14 બોલ - મેચ: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ (પુણે, 06 એપ્રિલ 2022)
  4. રોમારિયો શેફર્ડ : 14 બોલ - મેચ: મુંબઈ ઈન્ડિયન્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ (બેંગલુરુ, 03 મે 2025)
  5. યુસુફ પઠાણ : 15 બોલ - મેચ: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ (કોલકાતા, 24 મે 2014)
  6. સુનીલ નારાયણ : 15 બોલ - મેચ: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બેંગલુરુ, 07 મે 2017)
  7. નિકોલસ પૂરન : 15 બોલ - મેચ: લખનૌ સુપર જાયન્ટ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બેંગલુરુ, 10 એપ્રિલ 2023)
  8. જેક ફ્રેઝર-મેકગર્ક : 15 બોલ - મેચ: દિલ્હી કેપિટલ્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ (દિલ્હી, 20 એપ્રિલ 2024)
  9. જેક ફ્રેઝર-મેકગર્ક : 15 બોલ - મેચ: દિલ્હી કેપિટલ્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી, 27 એપ્રિલ 2024)
  10. વૈભવ સૂર્યવંશી : 15 બોલ - મેચ: રાજસ્થાન રોયલ્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ (ગુવાહાટી, 30 માર્ચ 2026)

રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું

આઈપીએલ 2026ની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ માત્ર 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં જેમી ઓવરટને સર્વાધિક 43 રન બનાવી ટીમની લાજ રાખી હતી જ્યારે અન્ય દિગ્ગજ બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર અને રવિન્દ્ર જાડેજાએ ધારદાર બોલિંગ કરતા 2-2 વિકેટ ઝડપી હતી. 128 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગની મદદથી માત્ર 12.1 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી હતી. આ આક્રમક રમતને કારણે રાજસ્થાને 47 બોલ બાકી રહેતા જ મેચ પોતાના નામે કરી લીધી હતી.