Sports

U19 એશિયા કપ ફાઈનલમાં ભારતીય ટીમનો ફ્લોપ શૉ, 191 રનથી પાકિસ્તાનની જીત

By GS TEAM
21 Dec 20252 mins read
TukuTouch Logo
India vs Pakistan U19 Final: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ACC અંડર 19 એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો છે. ફાઈનલ મેચમાં આવીને ભારતીય ટીમ ટ્રોફી જીતી શકી નહીં. પાકિસ્તાને વિશાળ સ્કોર બનાવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ સાબિત થયા. પાકિસ્તાને પહેલા બેટિંગ કરી ભારતીય ટીમને 348 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતના ડી દિપેશે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી.

Summarized by AI; it may make mistakes. Check important info

U19 એશિયા કપ ફાઈનલમાં ભારતીય ટીમનો ફ્લોપ શૉ, 191 રનથી પાકિસ્તાનની જીત


India vs Pakistan U19 Final:
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ACC અંડર 19 એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો છે. ફાઈનલ મેચમાં આવીને ભારતીય ટીમ ટ્રોફી જીતી શકી નહીં. પાકિસ્તાને વિશાળ સ્કોર બનાવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ સાબિત થયા. પાકિસ્તાને પહેલા બેટિંગ કરી ભારતીય ટીમને 348 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતના ડી દિપેશે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી. 

પાકિસ્તાનનો સ્કોર : 347 રન, 8 વિકેટ, 50 ઓવર

સૌથી વધુ રન : સમીર મિનહાસ, 113 બોલમાં 172 રન

ભારતનો સ્કોર : 156 રન, 10 વિકેટ, 26.2 ઓવર

સૌથી વધુ રન : દિપેશ, 36 રન 

પાકિસ્તાનના સમીરે 172 રન ફટકાર્યા 

મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 347 રન ફટકાર્યા. જેમાં સૌથી વધુ સમીર મિનહાસે 172 રન ફટકાર્યા. જ્યારે અહેમદ હુસૈને 56 રનની ઈનિંગ રમી. ઉસ્માન ખાને 35 રન બનાવ્યા. 

ભારતની ખરાબ બોલિંગ

ભારતની બોલિંગમાં સૌથી વધુ ડી દિપેશે ત્રણ વિકેટ ખેરવી. જ્યારે ખિલન પટેલ અને હેનિલ પટેલે બે બે બેટર્સને પવેલિયનભેગા કર્યા. જોકે પાકિસ્તાનના સમીરને આઉટ કરવામાં ભારતીય બોલર્સ નબળા સાબિત થયા જેના કારણે પાકિસ્તાન 347 રનોનો પહાડ ઊભો કરી નાંખ્યો. 

બોલર્સ બાદ બેટર્સનો પણ નિરાશાજનક દેખાવ

ફાઈનલ મેચમાં ભારતના બેટર્સે દર્શકોને ખૂબ નિરાશ કર્યા. ભારતની ઈનિંગની શરૂઆત થતાં જ એક બાદ એક વિકેટ પડતી ગઈ. કેપ્ટન આયુષ તો માત્ર 2 રનમાં જ આઉટ થઈ ગયો. એરોન જોર્જ 16, વિહાન 7, વેદાંત 9 રનમાં આઉટ થઈ ગયા. વૈભવ સૂર્યવંશીએ 3 છગ્ગા ફટકાર્યા પણ બાદમાં તે પણ 26 જ રનમાં આઉટ થઈ ગયો. 

શરૂઆતની 10 ઓવરમાં જ ભારતની અડધી ટીમ પવેલિયનભેગી થઈ ગઈ હતી. છેલ્લે છેલ્લે ભારતના દીપેશ દેવેન્દ્રને માંડ માંડ રન બનાવ્યા અને ટીમની લાજ રાખી. 

ભારતીય ટીમમાં કોણે કેટલા રન ફટકાર્યા?

વૈભવ સૂર્યવંશી : 26

આયુષ મ્હાત્રે : 2 

એરોન જોર્જ : 16 

વિહાન મલ્હોત્રા : 7 

વેદાંત ત્રિવેદી : 3 

અભિજ્ઞાન કુંડુ : 13 

કનિષ્ક ચૌહાણ : 9 

ખિલન પટેલ : 19 

હેનિલ પટેલ : 9 

ડી દિપેશ : 36 

કે કે સિંહ : 3

પ્લેઈંગ ઈલેવન: 

ભારતીય ટીમ : આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, એરોન જોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ, ડી દિપેશ, કે કે સિંહ

પાકિસ્તાની ટીમ : સમીર મિનહાસ, ઉસ્માન ખાન, અહેમદ હુસૈન, ફરહાન યુસુફ, હમઝા ઝહૂર, હુઝૈફા અહેસાન, નિકાબ શાફિક, મોહમ્મદ શ્યાન, અલી રઝા, અબ્દુલ સુભાન, મોહમ્મદ સય્યામ