Sports

'હિટમેન' ગાંગુલીને પાછળ છોડી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બેટર

By GS TEAM
23 Oct 20251 min read
TukuTouch Logo
હિટમેન રોહિત શર્માના ફોર્મ અને નિવૃત્તિને લઈને ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વન-ડે ક્રિકેટમાં તે આગામી વર્લ્ડકપ રમી શકશે કે નહીં તે અંગે શંકા છે. વન ડે ક્રિકેટમાં તેણે 244 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં વાપસી કરી હતી. પરંતુ આ મેચમાં તેનો દેખાવ કંગાળ રહ્યો હતો. જો કે એડિલેડમાં બીજી મેચમાં તેણે ધીમી શરૂઆત બાદ વાપસી કરતાં ફિફ્ટી ફટકારી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'હિટમેન' ગાંગુલીને પાછળ છોડી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બેટર

Rohit Sharma news : હિટમેન રોહિત શર્માના ફોર્મ અને નિવૃત્તિને લઈને ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વન-ડે ક્રિકેટમાં તે આગામી વર્લ્ડકપ રમી શકશે કે નહીં તે અંગે શંકા છે. વન ડે ક્રિકેટમાં તેણે 244 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં વાપસી કરી હતી. પરંતુ આ મેચમાં તેનો દેખાવ કંગાળ રહ્યો હતો. જો કે એડિલેડમાં બીજી મેચમાં તેણે ધીમી શરૂઆત બાદ વાપસી કરતાં ફિફ્ટી ફટકારી હતી. 



રોહિતે બનાવ્યો રેકોર્ડ 

આ મેચમાં 97 બોલમાં 73 રનની મદદથી તેણે ઇતિહાસ પણ રચ્યો હતો અને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ સાથે તેણે ગાંગુલીના 11221 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં પ્રથમ અને બીજા ક્રમે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી છે.

59મી અડધી સદી ફટકારી 

આ મેચમાં રોહિતની આ 59મી અડધી સદી હતી. 74 બોલમાં ફટકારેલી આ તેની 2015 પછીની સૌથી ધીમી અડધી સદી હતી. રોહિતે આ મેચમાં બીજો રેકોર્ડ પણ બનાવ્યો, જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1,000 થી વધુ ODI રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.