સેન્ચુરી ફટકારી મેરઠને ટ્રોફી જીતાડનાર ટીમ ઈન્ડિયાના સ્ટારનું નામ KKRના કેપ્ટન તરીકે ચર્ચાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rinku Singh: UP T20 લીગમાં મેરઠ માવેરિક્સને કેપ્ટન રિંકુ સિંહે ચેમ્પિયન બનાવી દીધી છે. ત્યારે ચારબાજુ હાલ તેઓ ચર્ચામાં છવાયેલા છે. રિંકુ સિંહની કેપ્ટનશિપમાં મેરઠની ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા ટ્રોફી જીતી લીધી છે. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈનાએ કોલકાતા નાઇટ રાઇડર્સના રિંકુ સિંહને લઈને એક મહત્ત્વની સલાહ આપી છે. રૈનાના જણાવ્યા પ્રમાણે, હવે કેકેઆર ટીમે વધારે વિચારવું ના જોઈએ અને રિંકુ સિંહને કમાન સોંપી દેવી જોઈએ. આજિંક્ય રહાણેના ક્રિકેટ સંન્યાસ બાદ કેકેઆર ટીમ નવો કેપ્ટન શોધી રહી છે. વર્ષ 2026ના આઇપીએલ સીઝનમાં રિંકુ ટીમના વાઇસ કેપ્ટન હતા. રૈનાનું માનવું છે કે, ફ્રેન્ચાઇઝીએ હવે રિંકુ પર વિશ્વાસ મૂકીને તેને મોકો આપવો જોઈએ.
10માંથી 9 મેચ જીત્યા
ઉત્તર પ્રદેશ ટી20 લીગની ફાઇનલ મેચમાં રિંકુ સિંહની કેપ્ટનશિપવાળી મેરઠ માવેરિક્સે ધમાકેદાર પ્રદર્શન કરતા ભુવનેશ્વર કુમારની કેપ્ટનશિપવાળી લખનઉ ફાલ્કન્સને 94 રનના માર્જિનથી હરાવી દીધી છે. આ એકતરફી જીત સાથે મેરઠ માવેરિક્સે ટ્રોફી જીતી લીધી છે. આખી ટુર્નામેન્ટમાં મેરઠનો દબદબો જોવા મળ્યો છે. જ્યાં ટીમે 10માંથી 9 મેચ જીતી છે.
મેરઠે 203 રન બનાવ્યા હતા
ફાઇનલ મેચમાં ભલે કેપ્ટન રિંકુ સિંહનું બેટ ચૂપ રહ્યું, પરંતુ ટીમના સલામી બેટર્સ દિવ્યાંશ જોશીએ મેદાન પર ધૂમ મચાવી હતી. દિવ્યાંશે 40 બોલમાં 105 રન બનાવીને જોરદાર ઇનિંગ રમી હતી. તેની આ બેટિંગના દમ પર મેરઠ માવેરિક્સે 20 ઓવરમાં 203 રન બનાવી દીધા હતા.
204 રનના મોટા ટાર્ગેટને ચેઝ કરનારી લખનઉ ફાલ્કન્સની ટીમ માવેરિક્સની ધારદાર બોલિંગ સામે ટકી શકી નહોતી. પ્રેશરમાં લખનઉની ટીમે માત્ર 16 ઓવરમાં 109 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેરઠના બોલર્સે શરૂઆતમાં લખનઉના બેટર્સને બાંધીને રાખ્યા હતા અને ટીમને એક યાદગાર સફળતા અપાવી હતી.
વર્ષ 2018થી KKR સાથે જોડાયેલા રિંકુએ આ સીઝનમાં પણ ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે સતત 5 સિક્સ ફટકારીને મેચ જીતાડનારા રિંકૂ હવે એક મેચ ફિનિશરની સાથે સાથે પોતાને એક સારો કેપ્ટન પણ સાબિત કરી ચૂક્યો છે.




