Sports

આખી ટીમ 55 રને ઓલઆઉટ ને કેપ્ટનને આટલો ઘમંડ? પાકિસ્તાની કેપ્ટનની હરકત પર ભડક્યા ફેન્સ!

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
દુબઈમાં રમાયેલા મહિલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન માત્ર 55 રનમાં ઓલઆઉટ થયું હતું, જે તેમનો T20Iનો સૌથી ઓછો સ્કોર છે. શેફાલી વર્માએ 3,000 T20I રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતે 8.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. ભારતીય સ્પિનરો શ્રી ચરાણી અને પ્રેમા રાવતે 3-3 વિકેટ ઝડપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

આખી ટીમ 55 રને ઓલઆઉટ ને કેપ્ટનને આટલો ઘમંડ? પાકિસ્તાની કેપ્ટનની હરકત પર ભડક્યા ફેન્સ!

Women's Asia Cup India vs Pakistan : દુબઈમાં રમાયેલા મહિલા એશિયા કપના મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચ દરમિયાન ભારતીય ઓપનર શેફાલી વર્માએ 22 વર્ષ અને 220 દિવસની ઉંમરે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3,000 રન પૂરા કરીને સૌથી યુવા અને ઝડપી બેટર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. શેફાલી 12 રન બનાવીને આઉટ થયા બાદ પાકિસ્તાન કેપ્ટન ફાતિમા સનાએ તેને વિવાદાસ્પદ સેન્ડઓફ આપ્યો હતો, જેની કોમેન્ટેટર વિવેક રાઝદાને ટીકા કરી હતી. રાઝદાને સવાલ કર્યો હતો કે પાકિસ્તાનની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે ત્યારે આ પ્રકારની પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી.

પાકિસ્તાનની ટીમ 55 રનમાં સમેટાઈ

મેચમાં પાકિસ્તાને અત્યંત ખરાબ બેટિંગ પ્રદર્શન કર્યું હતું. ટીમ 27 રનમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર સારી સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ તેમની છેલ્લી 10 વિકેટ માત્ર 28 રનમાં પતન પામી હતી. પાકિસ્તાનનો આ સ્કોર મહિલા T20I ઇતિહાસમાં તેમનો સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી સ્પિનર શ્રી ચરાણી અને પ્રેમા રાવતે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ મેળવી હતી. પાકિસ્તાન માટે બોલિંગમાં ફાતિમા સનાએ 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમની હાર ટાળી શકી નહોતી.

ભારતે 8.4 ઓવરમાં લક્ષ્ય પાર કર્યું

પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 56 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 8.4 ઓવરમાં 57 રન બનાવીને 7 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. હરમનપ્રીત કૌર 18 રન અને દીપ્તિ શર્મા 12 રન બનાવીને અણનમ રહ્યા હતા. અગાઉથી જ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂકેલી ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં અજેય રહી છે, જ્યારે પાકિસ્તાને હજુ પોતાની અંતિમ મેચ હોંગકોંગ સામે રમવાની બાકી છે.