Sports

શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા પર સંકટ! એકસાથે 5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, ગિલ-ગંભીરની ચિંતા વધી

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. 15 ઓગસ્ટે પ્રથમ ટેસ્ટ રમાશે. આ પહેલા શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમના 5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં BCCIની ચિંતા વધી છે. વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનની ફિટનેસ ચિંતાજનક છે. હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડી ટીમમાંથી બહાર થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા પર સંકટ! એકસાથે 5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, ગિલ-ગંભીરની ચિંતા વધી

India Vs Sri Lanka Test Series : ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં શ્રીલંકાના પ્રવાસે જઈને બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે ચિંતાજનક વાત એ છે કે, શ્રીલંકન પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ શ્રીલંકા સામેની સિરીઝ માટે કયા ખેલાડીઓને રમાડવા, તેની જાહેરાત કરી નથી.

5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં ચિંતા વધી

ભારત-શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જોકે એકસાથે 5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) અને કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની ચિંતા વધી ગઈ છે. આ સિરીઝ પહેલા ટીમ ફિટનેસ સંકટનો સામનો કરી રહી છે. ટેસ્ટ મેચ માટે વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનની ફિટનેસને લઈને ચિંતાઓ ઊભી થઈ છે. જ્યારે હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આમ ટીમમાં આ પાંચ ખેલાડીઓ ન હોવાના કારણે ટીમનું સંયોજન (ટીમ કોમ્બિનેશન) બગડતું જઈ રહ્યું છે.

ઈજાગ્રસ્ત 5 ખેલાડીઓનું અપડેટ

વોશિંગ્ટન સુંદર: ઇંગ્લેન્ડમાં વનડે સિરીઝ દરમિયાન જમણા પગની હેમસ્ટ્રિંગમાં ઈજા થવાના કારણે વોશિંગ્ટન સુંદર પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બીજી ટેસ્ટમાં તેમની ઉપલબ્ધતા આગળના ફિટનેસ ટેસ્ટ પર નિર્ભર રહેશે.

Washington Sundar.JPG

જસપ્રીત બુમરાહ: ઇંગ્લેન્ડમાં બીજી વનડે દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા અને સોજો આવ્યા બાદ જસપ્રીત બુમરાહ પોતાની ફિટનેસ સાબિત કરવા માટે સમય સામે જંગ લડી રહ્યા છે. રિકવરી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં રિપોર્ટ કરતા પહેલા તેઓ 30 જુલાઈ સુધી આરામ કરી રહ્યા છે.

Jasprit Bumrah.jpg

સાઈ સુદર્શન: સાઈ સુદર્શન હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેઓ ધીમે-ધીમે રિકવર થઈ રહ્યા છે. જોકે અહેવાલો મુજબ તેમની ફિટનેસમાં સારો સુધારો થઈ રહ્યો છે.

Sai Sudharsan.jpg

હર્ષિત રાણા: ફિટનેસ સંબંધિત સમસ્યાઓ ફરીથી સામે આવવાના કારણે હર્ષિત રાણા ઉપલબ્ધ નથી અને તેઓ પસંદગીની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે.

Harshit Rana.jpg

નીતિશ કુમાર રેડ્ડી: ઘૂંટણની ઈજામાંથી બહાર આવવા અને રિહેબ પ્રક્રિયા ચાલુ હોવાના કારણે નીતિશ કુમાર રેડ્ડીને પસંદગીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

Nitish Kumar Reddy.jpg