T20 World Cup માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કૅપ્ટન, અક્ષર વાઇસ કૅપ્ટન, ગિલ બહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup 2026 Team India Announced : T20 World Cup 2026ને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે પણ સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જ્યારે ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળી ગયું છે. અક્ષર પટેલને વાઇસ કૅપ્ટન પદ મળ્યું છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે વન ડે અને ટેસ્ટના ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલને ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન અપાયું નથી.
સંજુ સેમસનને તક, ગિલ બહાર
આ સાથે સંજુ સેમસનનું નામ પણ ચોંકાવનારું રહ્યું હતું કેમ કે તેને અનેકવાર ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે આ વખતે શુભમન ગિલને ચાન્સ ન મળતાં સંજુને તક આપવામાં આવી હતી. બીજી બાજુ વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને સ્પિન એટેક તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ઈશાન કિશનને 'લોટરી' લાગી
મહત્ત્વનું એ છે કે ટી-20 વર્લ્ડ કપમાં ગુજરાતના દિગ્ગજ ખેલાડી અક્ષર પટેલને ટીમ ઇન્ડિયાના વાઇસ કૅપ્ટન બનાવાયા છે. જ્યારે ઈશાન કિશન કે જેણે તાજેતરમાં જ ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી(SMAT 2025)ની ચેમ્પિયન બનાવી હતી અને દમદાર પરફોર્મન્સ કરતાં ફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી તેનું ઈનામ મળ્યું છે. તેને ટીમ ઇન્ડિયાની વર્લ્ડકપ સ્કવૉડમાં સામેલ કરી લેવામાં આવ્યું છે.
BCCIએ યોજી હતી બેઠક
ટી-20 વર્લ્ડકપની ટીમ પસંદ કરવા માટે અજિત અગરકર, સૂર્યકુમાર યાદવ, આરપી સિંહ સહિતના સભ્યોની બીસીસીઆઇએ બેઠક યોજી હતી. જેમાં ટીમ પસંદગી અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા.









