'પાકિસ્તાન ક્વોલિફાય કરે કે ના કરે, પણ ભારત સેમિફાઈનલમાં નહીં પહોંચે' પાક. ખેલાડીની વિવાદાસ્પદ ભવિષ્યવાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup 2026: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર તેના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. આમિરનું કહેવું છે કે, ભારતીય ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઈનલમાં પહોંચી નહીં શકે. સૂર્યકુમાર યાદવની આગેવાની વાળી ભારતીય ટીમે જિમ્બાબ્વે સામે 72 રનથી જીત મેળવી છે, પરંતુ હવે વેસ્ટઈન્ડીઝ સામે ભારતની આગામી મેચ 'કરો યા મરો' જેવી છે.
'પાકિસ્તાન ક્વોલિફાય કરે કે ના કરે, પણ ભારત સેમિફાઈનલમાં નહીં પહોંચે'
આ મેચમાં જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. સુપર-8 શરૂ થવાની પહેલા જ મોહમ્મદ આમિરે ભવિષ્યવાણી કરી હતી કે, ભારત સેમિફાઈનલ સુધી પહોંચી નહીં શકે. કારણ કે સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડીઝની ટીમ સારું પ્રદર્શન કરી રહ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમનો 76 રનથી પરાજય થયો, જેના કારણે મોહમ્મદ આમિરની ભવિષ્યવાણી ખોટી પડી હતી. એક પાકિસ્તાની એન્કરે તેમને "જ્યોતિષી" પણ કહ્યા હતા, જેનાથી આમિરને હસવું આવ્યું હતું. જો કે, ભારતીય ટીમે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવીને શાનદાર વાપસી કરી હતી.
આમિરે શું કહ્યું હતું?
'હસના મના હે' શૉમાં વાતચીત દરમિયાન આમિરે કહ્યું કે, 'પાકિસ્તાન ક્વોલિફાય કરશે. પાકિસ્તાન ક્વોલિફાય કરે કે ન કરે, ઈન્ડિયા નહીં કરે.' T20 વર્લ્ડ કપ દરમિયાન આમિર અનેક વિવાદિત નિવેદન આપી ચૂક્યો છે. તેમણે ભારતીય બેટર અભિષેક શર્માને 'સ્લોગર' કહ્યો હતો. આમિરે કહ્યું હતું કે, 'અભિષેક પાસે રક્ષણાત્મક સાધનો નથી.'
કોલંબોમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને સલમાન અલી આગાની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને ફાયદો થયો. હવે પાકિસ્તાને શ્રીલંકા સામેની મેચ પહેલા બેટિંગ કરે તો ઓછામાં ઓછા 64 રનથી જીતવું પડશે અથવા તો રન ચેઝમાં 13.1 ઓવરમાં લક્ષ્ય હાસલ કરવો પડશે. જેનાથી નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકે.
ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ગ્રુપ 2માં પ્રથમ સ્થાને રહેલું ઈંગ્લિશ ટીમ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અથવા વેસ્ટઈન્ડીઝનો સામનો કરી શકે છે. બીજી તરફ, સાઉથ આફ્રિકાને કોલકાતા અથવા કોલંબોમાં ન્યૂઝીલેન્ડ/પાકિસ્તાન સામે ટકરાઈ શકે છે. સાઉથ આફ્રિકા આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત છે અને એક પણ મેચ હાર્યું નથી. એ જોવું રસપ્રદ રહેશે કે, મોહમ્મદ આમિરની ભવિષ્યવાણી સાચી સાબિત થશે કે પછી ભારત વેસ્ટઈન્ડીઝને હરાવીને સેમિફાઈનલમાં પહોંચે છે.









