T20 વર્લ્ડ કપમાં રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, આવું કરનારો દુનિયાનો પહેલો બોલર બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rashid Khan World Record In T20 WC 2026: રાશિદ ખાને T20 વર્લ્ડ કપ 2026માં ઇતિહાસ રચતા વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. અફઘાનિસ્તાનના રાશિદ T20 ક્રિકેટના ઇતિહાસમાં 700 વિકેટ લેનારા પહેલા બોલર બની ગયા છે. T20 વર્લ્ડ કપની 28મી લીગ મેચ સોમવારે (16 ફેબ્રુઆરી) અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાઈ. મેચમાં રાશિદે યુએઈના મોહમ્મદ અરફાનની વિકેટ લેતા જ 700 વિકેટનો આંકડો આંબી લીધો.
આ મેચ પહેલા રાશિદે T20 ક્રિકેટમાં 699 વિકેટ ઝડપી લીધી હતી. પછી યુએઈ વિરૂદ્ધ મેચમાં 16મી ઓવરમાં રાશિદે અરફાનને આઉટ કરીને કમાલ કરી દીધી. મેચમાં રાશિદે માત્ર એક જ વિકેટ પોતાના નામે કરી. ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં વેસ્ટઈન્ડિઝના ડ્વેન બ્રાવો 631 વિકેટ સાથે બીજા સ્થાને છે.
રાશિદ ખાને ઓછી મેચમાં વધુ વિકેટ ઝડપી
રાશિદે 518 T20 મેચોમાં 700 વિકેટ પૂર્ણ કરી. ત્યારે બીજા સ્થાને રહેલા બ્રાવોએ 582 મેચોમાં 631 વિકેટ ઝઢપી. આ રીતે રાશિદે ઓછી મેચોમાં વધુ વિકેટ પોતાના નામે કરી.
T20માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદી
- રાશિદ ખાન - 700 વિકેટ (518 મેચ)
- ડ્વેન બ્રાવો - 631 વિકેટ (582 મેચ)
- સુનીલ નરેન - 613 વિકેટ (583 મેચ)
- ઇમરાન તાહિર - 572 વિકેટ (448 મેચ)
- આંદ્રે રસેલ - 508 વિકેટ (590 મેચ)




