VIDEO : ક્રિકેટ જગતના બે સ્ટાર ખેલાડી વચ્ચે મેદાનમાં ઝઘડો, પાકિસ્તાની બેટરની મોટી 'ફજેતી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Babar Azam and Steve Smith : ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL) દરમિયાન એક જ ટીમના સાથી ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને બાબર આઝમ વચ્ચે મેદાન પર થયેલી તણાવભરી ક્ષણોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાઓએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, કારણ કે બંને ખેલાડીઓ એક જ ટીમ (સિડની સિક્સર્સ) માટે રમી રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે સ્ટીવ સ્મિથે પોતાનું મૌન તોડ્યું છે અને ખાસ કરીને બાબરને સિંગલ લેવાની ના પાડવા પાછળનું અસલી કારણ જણાવ્યું છે.
ફિલ્ડિંગમાં થઈ હતી તકરારની શરૂઆત
આ બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે તણાવની શરૂઆત મેચની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે થઈ હતી. ડેવિડ વોર્નરના એક શોટને રોકવાના પ્રયાસમાં સ્મિથ અને બાબર વચ્ચે ગેરસમજ થઈ અને બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બાબર આસાનીથી બોલ રોકી શકતો હતો. બાબરની આ ખરાબ ફિલ્ડિંગ જોઈને સ્મિથ ખૂબ જ નિરાશ દેખાયો હતો. થોડીવાર પછી, આવા જ એક બીજા શોટ પર સ્મિથે બાબરને નજરઅંદાજ કરીને પોતે જ બોલને પકડ્યો હતો.
જ્યારે સ્મિથે બાબરને સિંગલ લેવાની ના પાડી
બાદમાં, બંને બેટિંગ કરવા ઉતર્યા અને ટીમને સારી શરૂઆત અપાવી. જોકે, 11મી ઓવર દરમિયાન, સ્મિથે બાબરને એક આસાન સિંગલ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી, જેના કારણે બાબર ખૂબ જ નારાજ દેખાયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો.
સ્મિથે જણાવ્યું સિંગલ ન લેવાનું અસલી કારણ
મેચ બાદ સ્ટીવ સ્મિથે આ વિવાદ પર ખુલાસો કરતા કહ્યું, "'અમે 10 ઓવર પછી વાત કરી હતી, અને કેપ્ટન તથા કોચે તરત જ પાવર-સર્જ લેવા કહ્યું. મેં કહ્યું ના, એક ઓવર વધુ રમવા દો. હું નાની બાઉન્ડ્રી તરફ રમવા માંગુ છું. હું પ્રથમ ઓવરને બગાડવા નથી માંગતો. હું તે ઓવરમાં 30 રન બનાવવાનો પ્રયાસ કરીશ. મને લાગે છે કે અમે 32 રન બનાવ્યા, તેથી તે એક સારું પરિણામ હતું. મને ખબર નથી કે બાબર મારા સિંગલ ન લેવાના નિર્ણયથી ખુશ હતો કે નહીં."
ટીમના હિતમાં હતો સ્મિથનો નિર્ણય
સ્મિથનો સિંગલ ન લેવાનો નિર્ણય આખરે ટીમના હિતમાં સાબિત થયો. 12મી ઓવરમાં સ્મિથે પાવર-સર્જનો ઉપયોગ કર્યો અને 32 રન ફટકાર્યા, જે BBLના ઇતિહાસની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ. ઉલ્લેખનીય છે કે, BBLના નિયમ મુજબ, ટીમો 10 ઓવર પછી 2 ઓવર માટે 'પાવર-સર્જ' (પાવરપ્લે) લઈ શકે છે, જેમાં 30-યાર્ડના વર્તુળની બહાર માત્ર બે જ ખેલાડીઓ રહી શકે છે. સ્મિથ આ નિયમનો મહત્તમ ફાયદો ઉઠાવવા માટે એક ચોક્કસ રણનીતિ પર કામ કરી રહ્યો હતો.









