Sports

દારૂ પીને ગાડી ચલાવતો ઝડપાયો સ્ટાર ક્રિકેટર! કોર્ટે ફટકાર્યો દંડ, કારમાં ખાસ ડિવાઈસ પણ લગાવવું પડશે

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
સિડનીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરને ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં દોષિત ઠેરવાયા છે. 39 વર્ષીય વોર્નર પર કાયદાકીય મર્યાદાથી બમણો દારૂ પીને કાર ચલાવવાનો આરોપ સાબિત થયો. કોર્ટે તેમને 1,500 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે 1 લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. કારમાં બાળકોની હાજરીમાં બનેલી આ ઘટના ગંભીર ગણાઈ. તેમને હવે ગાડીમાં 'ઇન્ટરલોક ડિવાઇસ' લગાવવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂ પીને ગાડી ચલાવતો ઝડપાયો સ્ટાર ક્રિકેટર! કોર્ટે ફટકાર્યો દંડ, કારમાં ખાસ ડિવાઈસ પણ લગાવવું પડશે

David Warner Drink Drive Case : ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરને સિડનીની વેવરલી લોકલ કોર્ટે ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં દોષિત ઠેરવ્યા છે. 39 વર્ષીય વોર્નર પર કાનૂની મર્યાદા કરતાં બમણાથી વધુ દારૂ પીને કાર ચલાવવાનો આરોપ સાબિત થયો છે. આ મામલે કોર્ટે તેમને 1,500 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે 1 લાખ ભારતીય રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, હવેથી કાર ચલાવવા માટે વોર્નરે પોતાની ગાડીમાં ખાસ 'ઇન્ટરલોક ડિવાઇસ' (બ્રેથ એનાલાઇઝર) લગાવવું પડશે, જે તેમના શરીરમાં દારૂનું પ્રમાણ જણાશે તો કારને સ્ટાર્ટ થવા દેશે નહીં.

ઈસ્ટર સનડેના દિવસે કારમાં બાળકોની હાજરી વચ્ચે બની હતી ઘટના

આ ઘટના ગત 5 એપ્રિલે ઈસ્ટર સનડેના દિવસે ઘટી હતી. વોર્નર કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક રેન્ડમ બ્રેથ-ટેસ્ટિંગ સાઇટ નજીક પહોંચતા જ તેમણે એક સહ-મુસાફર સાથે સીટ બદલવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન તેમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કાયદાકીય મર્યાદા કરતાં બમણાથી વધુ મળી આવ્યું હતું. જજ ક્લેયર ફોર્નને ચુકાદો આપતાં નોંધ્યું હતું કે લોકોમાં દારૂ પીને ગાડી ચલાવવાની પ્રવૃત્તિ અટકાવવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે ઘટના સમયે કારમાં બાળકો પણ સવાર હતા, ત્યારે આ ગુનો વધુ ગંભીર બની જાય છે.

મીડિયા કવરેજ અને સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો કરવો પડ્યો સામનો

વોર્નરના વકીલ અવેશ અહમદે કોર્ટમાં દલીલ કરી હતી કે ગ્લોબલ મીડિયા આઉટલેટ્સમાં આ ઘટનાના સમાચાર પ્રસારિત થવાથી અને સોશિયલ મીડિયા પર વોર્નર તથા તેમની પત્ની કેન્ડિસ સામે થયેલી ક્રૂર ટીકાઓથી તેમના અસીલને અગાઉથી જ માનસિક શિક્ષા મળી ચૂકી છે. આ વિવાદના કારણે આગામી બિગ બેશ લીગ (BBL) માં 'સિડની થંડર' ટીમના કેપ્ટન તરીકે તેમની સ્થિતિ પર પણ સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે વોર્નર જ્યારે પાકિસ્તાન સુપર લીગ (PSL) માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી ઈસ્ટરની રજાઓમાં ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.