2 ઓવરમાં 46 રન.... ટીમ ઈન્ડિયાના 'પાર્ટ ટાઈમ' બોલર પર ભડક્યાં શ્રીકાંત, સૂર્યાને ચેતવ્યાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Srikkanth slams Shivam Dube's Bowling: T20 વર્લ્ડ કપના સુપર 8માં ભારતની જીત છતાં શિવમ દુબેની નબળી બોલિંગ હવે ચર્ચાનો વિષય બની છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં ટીમે મોટા અંતરે વિજય મેળવ્યો હતો, પરંતુ છઠ્ઠા બોલર તરીકે આવેલા દુબેએ માત્ર 2 ઓવરમાં 46 રન લુટાવ્યા હતા. તેની લાઇન અને લેન્થ એટલી ખરાબ હતી કે તેણે 4 વાઇડ અને 2 નો બોલ ફેંક્યા હતા. આ પ્રદર્શન બાદ પૂર્વ કેપ્ટન અને ચીફ સિલેક્ટર રહી ચૂકેલા શ્રીકાંતે દુબેની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, 'મેં આવી બોલિંગ ક્યારેય જોઈ નથી, દુબે જાણે છઠ્ઠા સ્ટમ્પ પર બોલિંગ કરી રહ્યો હોય તેવું લાગતું હતું.'
શ્રીકાંતની ગંભીર ચેતવણી
શ્રીકાંતના મતે, ભારતે મોટો સ્કોર બનાવ્યો હોવાથી અને નેટ રન રેટની કોઈ ચિંતા ન હોવાથી દુબેને પ્રેક્ટિસ માટે ઓવર આપવામાં આવી હતી. જોકે, તેણે આગામી વેસ્ટ ઇન્ડિઝ સામેની મહત્ત્વની મેચ માટે ટીમને ચેતવણી આપી છે.
ભારતીય ટીમની મજબૂતી પર શ્રીકાંતનું મોટું નિવેદન
શ્રીકાંતે જણાવ્યું કે ભારત એક મજબૂત ટીમ છે અને અર્શદીપ, બુમરાહ, વરુણ તથા હાર્દિક જેવા બોલરો સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેથી વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં છઠ્ઠા બોલરનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ. શ્રીકાંતે ભારતીય ટીમ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ પણ તેને ખાતરી હતી કે ટીમ ઇન્ડિયા ચેન્નાઈમાં જીતશે અને T20 વર્લ્ડ કપ જીતવા તરફ આગળ વધશે.










