Sports

SA vs PAK: દ.આફ્રિકાએ પાકિસ્તાનને કારમો પરાજય આપતા WTCમાં ભારતીય ટીમનો મોટો ફાયદો

By GS TEAM
23 Oct 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીના બીજા અને અંતિમ મુકાબલામાં સાઉથ આફ્રિકાએ 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે જ પ્રવાસી ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી છે. પાકિસ્તાનની આ હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે, જેનો સીધો ફાયદો ભારતીય ટીમને મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SA vs PAK:  દ.આફ્રિકાએ પાકિસ્તાનને કારમો પરાજય આપતા WTCમાં ભારતીય ટીમનો મોટો ફાયદો

SA vs PAK 2nd Test : પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીના બીજા અને અંતિમ મુકાબલામાં સાઉથ આફ્રિકાએ 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે જ પ્રવાસી ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી છે. પાકિસ્તાનની આ હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે, જેનો સીધો ફાયદો ભારતીય ટીમને મળ્યો છે.

સાઉથ આફ્રિકાની ઐતિહાસિક જીત 

રાવલપિંડીમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને જીતવા માટે માત્ર 68 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને સાઉથ આફ્રિકાએ રમતના ચોથા દિવસે (23 ઓક્ટોબર) પ્રથમ સેશનમાં જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ જીત સાઉથ આફ્રિકા માટે ઐતિહાસિક છે, કારણ કે તેણે 18 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર કોઈ ટેસ્ટ મેચ જીતી છે. WTCના નવા રાઉન્ડ (2025-27)માં પણ આ તેની પ્રથમ જીત છે. શ્રેણીની પ્રથમ મેચ લાહોરમાં પાકિસ્તાને ૯૩ રને જીતી હતી.

WTC પોઈન્ટ ટેબલમાં ભારતને ફાયદો 

પાકિસ્તાનની હારથી WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો છે. લાહોર ટેસ્ટ જીત્યા બાદ બીજા સ્થાને પહોંચેલી પાકિસ્તાની ટીમ હવે ત્રણ સ્થાન ગગડીને પાંચમા નંબરે પહોંચી ગઈ છે. આનાથી ભારતીય ટીમને ફાયદો થયો છે અને તે ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગઈ છે.

ભારત: 7 મેચમાં 4 જીત સાથે 61.90 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયા: 100 ટકા પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

શ્રીલંકા: 66.67 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

સાઉથ આફ્રિકા: ચોથા અને પાકિસ્તાન પાંચમા સ્થાને છે.

ભારતની આગામી શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ હવે 14 નવેમ્બરથી પોતાના ઘરે સાઉથ આફ્રિકા સામે બે મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીના પરિણામો પોઈન્ટ ટેબલમાં વધુ ફેરફાર લાવી શકે છે.