Sports

દ.આફ્રિકાની સ્ટાર ક્રિકેટરે લેસ્બિયન પાર્ટનર સાથે કરી સગાઈ, ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
દક્ષિણ આફ્રિકાની સ્ટાર ઓલરાઉન્ડર ક્લો ટ્રાયને તેની લેસ્બિયન પાર્ટનર મિશેલ નટિવેલ સાથે સગાઈ કરી લીધી છે. ટ્રાયોને પોતાની ગર્લફ્રેન્ડને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું હતું. નટિવેલ અને ટ્રાયન ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહી હતી. ટ્રાયન તાજેતરમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો હિસ્સો હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દ.આફ્રિકાની સ્ટાર ક્રિકેટરે લેસ્બિયન પાર્ટનર સાથે કરી સગાઈ, ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું

Chloe Tryon Engagement With Michelle Nativel: દક્ષિણ આફ્રિકાની સ્ટાર ઓલરાઉન્ડર ક્લો ટ્રાયને તેની લેસ્બિયન પાર્ટનર મિશેલ નટિવેલ સાથે સગાઈ કરી લીધી છે. ટ્રાયોને પોતાની ગર્લફ્રેન્ડને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું હતું. નટિવેલ અને ટ્રાયન ઘણાં સમયથી એક-બીજાને ડેટ કરી રહી હતી. ટ્રાયન તાજેતરમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો હિસ્સો હતી.

ક્લો ટ્રાયોને 29 નવેમ્બરના રોજ મિશેલ નટિવેલ સાથે સગાઈ કરી હતી. ટ્રાયને સગાઈ સમારોહની તસવીર શેર કરતા લખ્યું કે,'A Lifitime US.'

ક્લો ટ્રાયનનું ક્રિકેટ કરિયર

ક્લો ટ્રાયને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ માટે 3 ટેસ્ટ, 124 વનડે અને 113 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટ્રાયને મહિલા ટેસ્ટ મેચોમાં 23.80ની એવરેજથી 119 રન બનાવ્યા છે. ટ્રાયોને ટેસ્ટ મેચોમાં 50ની એવરેજથી 4 વિકેટ પણ ઝડપી છે. ટ્રાયને મહિલા વનડેમાં 39.74ની એવરેજથી 62 વિકેટ ખેરવી છે, આ દરમિયાન તેણે એક અવસર પર ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.


31 વર્ષીય ક્લો ટ્રાયોને મહિલા વનડેમાં 14 અડધી સદીની મદદથી 2292 રન (એવરેજ 26.65) બનાવ્યા છે. ટ્રાયને મહિલા T20માં 19.43ની એવરેજથી 1,283 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે. આ સાથે જ તેણે 36.48ની એવરેજથી 39 વિકેટ પણ ખેરવી છે.

કોણ છે મિશેલ નટિવેલ

મિશેલ નટિવેલના ઈન્સ્ટાગ્રામ બાયો પ્રમાણે તે એક કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર છે. આ સાથે જ નટિવેલ એક વિડીયોગ્રાફર પણ છે અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ તૈયાર છે. નટિવેલના ટિકટૉક એકાઉન્ટ પર  1 લાખથી વધુ ફોલોઅર્સ છે અને ઈન્સ્ટાગ્રામ તેા ફોલોઅર્સ 50,000થી વધુ છે.

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા ભારત સામે 52 રનથી હારી ગયું હતું. ભારતીય ટીમ પહેલી વાર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી. બીજી તરફ દક્ષિણ આફ્રિકા પહેલી વાર વનડે વર્લ્ડ કપ ફાઈનલ રમવા ઉતરી હતી, પરંતુ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી.