Sports

...તો 3 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે! જાણો Asian Games 2026નું સમીકરણ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
જાપાનના આઈચી-નાગોયા ખાતે 20મી એશિયન ગેમ્સમાં 24 સપ્ટેમ્બરથી મેન્સ ક્રિકેટ ઈવેન્ટનો પ્રારંભ થશે. કુલ 10 ટીમો મેડલ માટે ટકરાશે. ભારત, પાકિસ્તાન સહિત 4 ટીમોને સીધી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મળી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ફક્ત મેડલ રાઉન્ડમાં જ શક્ય બનશે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો 3 ઓક્ટોબરે ગોલ્ડ મેડલ માટે ટકરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

...તો 3 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે! જાણો Asian Games 2026નું સમીકરણ

IND vs PAK Match, Asian Games 2026 : જાપાનના આઈચી-નાગોયા ખાતે 20મી એશિયન ગેમ્સ ચાલી રહી છે, જ્યાં 24 સપ્ટેમ્બરથી મેન્સ ક્રિકેટ ઈવેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં યજમાન જાપાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્રિકેટને ચોથી વખત સ્થાન મળ્યું છે, જેમાં કુલ 10 ટીમો મેડલ જીતવા માટે મેદાનમાં ઊતરશે. આ ઈવેન્ટનું સમગ્ર શેડ્યૂલ જાહેર થઈ ગયું છે અને ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ જોવા મળશે. ટૂર્નામેન્ટના ફોર્મેટ મુજબ બંને કટ્ટર હરીફો વચ્ચે ટક્કર શક્ય છે, પરંતુ આ મુકાબલો માત્ર મેડલ રાઉન્ડમાં જ શક્ય બનશે.

10 ટીમો વચ્ચે ખેલાશે મેડલ જીતવાનો જંગ

આ વખતે મેન્સ ક્રિકેટ સ્પર્ધામાં કુલ 10 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધારે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી આપવામાં આવી છે. બીજી તરફ, અફઘાનિસ્તાને પૂર્ણ સભ્ય ટીમ તરીકે મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત જૂન મહિનામાં યોજાયેલા એશિયન ગેમ્સ ક્વોલિફાયર દ્વારા હોંગકોંગ, મલેશિયા, નેપાળ અને ઓમાને મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે જાપાનને યજમાન દેશ હોવાના નાતે સીધો પ્રવેશ મળ્યો છે.

ટૂર્નામેન્ટનું આખું ફોર્મેટ કેવી રીતે રહેશે?

  • આ સમગ્ર ક્રિકેટ ટૂર્નામેન્ટને બે અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવી છે.
  • રેન્કિંગ અને સીડિંગના આધારે નીચલા ક્રમની 6 ટીમો એટલે કે યજમાન જાપાન, અફઘાનિસ્તાન, નેપાળ, ઓમાન, મલેશિયા અને હોંગકોંગને 3-3 ટીમોના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.
  • સિંગલ રાઉન્ડ-રોબિન મુકાબલા બાદ બંને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે.
  • આ 4 ક્વોલિફાયર ટીમોનો મુકાબલો સીધી એન્ટ્રી મેળવનાર ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે થશે. ત્યારબાદ સેમિફાઈનલ અને છેલ્લે મેડલ મેચ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ક્યારે સંભવ?

શેડ્યૂલ અને ડ્રો અનુસાર, ગ્રૂપ સ્ટેજ કે પ્રારંભિક ક્વાર્ટર ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં થાય, કારણ કે બંને ટીમોને અલગ-અલગ બ્રેકેટમાં સીધી ક્વાર્ટર ફાઈનલ એન્ટ્રી મળી છે. બંને દેશો વચ્ચે ટક્કર માત્ર નોકઆઉટ સ્ટેજમાં જ શક્ય છે. જો ભારત અને પાકિસ્તાન બંને પોતાની સંબંધિત ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ મેચ જીતી લેશે, તો 3 ઓક્ટોબરે ગોલ્ડ મેડલ મેચમાં બંને ટીમો આમને-સામને ટકરાશે. બીજી તરફ, જો બંને ટીમો પોતપોતાની સેમિફાઈનલમાં હારી જાય, તો પણ 3 ઓક્ટોબરના રોજ જ બ્રોન્ઝ મેડલ મેચ માટે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળી શકે છે.