Sports

નાનકડાં દેશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જોરદાર મજાક ઉડાવી, મોહસિન નક્વીને આપી ઑફર

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીની આઇસલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી છે. પાકિસ્તાન ટીમના શરમજનક પ્રદર્શન વચ્ચે આઇસલેન્ડ ક્રિકેટે નકવીની ટીમ પસંદગીની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા. તેઓએ ખર્ચ સાથેની શૈક્ષણિક યાત્રા જીતવાની ઓફર કરી, જેમાં નકવીને મળવા આઇસબર્ગ પાર કરવાની વાત કરી. આ "વન-વે" યાત્રાનો ઉલ્લેખ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી કરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાનકડાં દેશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જોરદાર મજાક ઉડાવી, મોહસિન નક્વીને આપી ઑફર

Iceland Cricket Trolls Mohsin Naqvi : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીની ફરી એકવાર સોશિયલ મીડિયા પર ભારે ફજેતી થઈ રહી છે અને તેમની આકરી મજાક ઉડી રહી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શન અને બોર્ડના વિચિત્ર નિર્ણયો વચ્ચે આ વખતે આઇસલેન્ડ ક્રિકેટ દ્વારા નકવીની જોરદાર મજાક ઉડાવતો કટાક્ષ કરવામાં આવ્યો છે.

આઇસલેન્ડ ક્રિકેટ દ્વારા નકવીની મજાક અને ઑફર

આઇસલેન્ડ ક્રિકેટના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મોહસિન નકવી (Mohsin Naqvi)ની ટીમ પસંદગીની રણનીતિ પર સવાલ ઉઠાવી તેમની મજાક ઉડાવવામાં આવી છે. આઇસલેન્ડ ક્રિકેટએ એવી ઑફર કરી છે કે ક્રિકેટરો આઇસબર્ગ પાર કરીને મોહસિન નકવીને મળવા અને તેમની પસંદગીની વ્યૂહરચના વિશે જાણવા માટે સંપૂર્ણ ખર્ચ સાથેની શૈક્ષણિક યાત્રા જીતી શકે છે.

‘આઇસબર્ગ પાર કરો અને નકવીને મળો’

આઇસલેન્ડ ક્રિકેટએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નકવીની ફજેતી કરતા લખ્યું કે, ‘અમે દરિયાકાંઠાના વિસ્તારોના ક્રિકેટરો માટે એક નવો ક્રિકેટ પડકાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક આઇસબર્ગ પાર કરો અને તમે મોહસિન નકવીને મળવા તથા પસંદગીની વ્યૂહરચના વિશે જાણવા માટે સંપૂર્ણ ખર્ચ સાથેની શૈક્ષણિક યાત્રા જીતી શકો છો. જો તમે ઇચ્છો તો આ યાત્રા વન-વે પણ હોઈ શકે છે.’
આઇસલેન્ડ ક્રિકેટની આ પોસ્ટમાં ‘વન-વે’ યાત્રાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જે મોહસિન નકવીની પસંદગીની નીતિ પર કરવામાં આવેલો વ્યંગ છે.

પાકિસ્તાની ટીમનું કંગાળ પ્રદર્શન અને વિશ્વભરમાં ફજેતી

પાકિસ્તાન ક્રિકેટ ટીમની સતત કંગાળ રમત અને ક્રિકેટ બોર્ડના મનસ્વી નિર્ણયોને કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની ભારે મજાક બની રહી છે. ટીમની કથળેલી સ્થિતિ વચ્ચે બોર્ડના નેતૃત્વ અને અણઘડ પસંદગી પ્રક્રિયા સામે લોકોમાં ભારે રોષ છે. આ જ ગરમાગરમ માહોલમાં આઇસલેન્ડ ક્રિકેટની આ રમૂજી ટિપ્પણીથી ક્રિકેટ ચાહકો વચ્ચે ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ રહી છે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 2-0થી ગુમાવ્યા બાદ દરરોજ પાકિસ્તાની ટીમ અને બોર્ડ વડાની ખુલ્લેઆમ મજાક ઉડી રહી છે.