Sports

'સર' જાડેજાએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરની એક્શનની નકલ કરી, ગંભીર ખડખડાટ હસ્યો

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ કુલદીપ યાદવની બોલિંગ એક્શનની નકલ કરી હતી. આ જોઈને હેડ કોચ ગૌતમ ગંભીર હસી પડ્યા હતા. ડાબા હાથના સ્પિનર જાડેજાએ કુલદીપના રન-અપથી લઈને બોલ ફેંકવાના અંદાજ સુધીની નકલ કરી હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જાડેજાએ 15 ઓવરમાં 64 રન આપી 2 વિકેટ ઝડપી અને 63 રન બનાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'સર' જાડેજાએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરની એક્શનની નકલ કરી, ગંભીર ખડખડાટ હસ્યો

Ravindra Jadeja Copies Kuldeep Yadav Bowling Action: શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ મેદાન પર પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. શ્રીલંકા ક્રિકેટ (SLC) XI સામેની ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના બીજા દિવસે એક એવી રમુજી ક્ષણ જોવા મળી, જેણે ભારતીય કેમ્પનો માહોલ હળવો કરી દીધો.

જાડેજાએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરની એક્શનની નકલ કરી

રવીન્દ્ર જાડેજા અચાનક સ્પિનર કુલદીપ યાદવના અંદાજમાં બોલિંગ કરવા લાગ્યા. તેમનું આ રૂપ જોઈને હેડ કોચ ગૌતમ ગંભીર પોતાની હસી રોકી ન શક્યો અને .ખડખડાટ હસી પડ્યો. આ રમુજી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 'સર' જાડેજાએ કુલદીપના ખાસ રન-અપથી લઈને બોલ ફેંકવાના અંદાજ સુધીની નકલ કરી. તેણે કુલદીપની એક્શનને થોડી અતિશયોક્તિ સાથે રજૂ કરી હતી, જેને જોઈને ડગઆઉટમાં બેઠેલો ગંભીર ખડખડાટ હસી પડ્યો.

કુલદીપ યાદવ ડાબા હાથનો રિસ્ટ સ્પિનર છે અને તેની બોલિંગ એક્શન રવીન્દ્ર જાડેજાથી બિલકુલ અલગ છે. જાડેજા સામાન્ય રીતે ખૂબ જ નાના રન-અપ સાથે ડાબા હાથે સ્પિન બોલિંગ કરે છે. એવામાં જ્યારે તેણે કુલદીપની જેમ બોલ ફેંકવાનો પ્રયાસ કર્યો ત્યારે નજારો ખૂબ જ મજેદાર બની ગયો. પ્રેક્ટિસ મેચમાં બંનેને લાંબો સ્પેલ નાખવાની તક મળી હતી. જાડેજાએ 15 ઓવરમાં 64 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે પસિન્દુ સૂરિયાબંડારા અને રમેશ મેન્ડિસને આઉટ કર્યા હતા.

જાડેજાનું બેટિંગમાં પણ ઉપયોગી પ્રદર્શન

રવીન્દ્ર જાડેજાએ બોલિંગ બાદ બેટિંગમાં પણ ઉપયોગી પ્રદર્શન કર્યું હતું. ભારત એક સમયે 174 રન પર 4 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. અહીંથી જાડેજાએ માનવ સુથાર સાથે મળીને ઈનિંગ્સને સંભાળી. 7 ચોગ્ગાની મદદથી 117 બોલમાં 63 રન બનાવ્યા બાદ જાડેજા રિટાયર્ડ હર્ટ થયો હતો, જેથી અન્ય બેટ્સમેનોને પણ પ્રેક્ટિસ કરવાની તક મળી શકે.

ભારતની બેટિંગનું મુખ્ય આકર્ષણ દેવદત્ત પડિક્કલ રહ્યો. તેણે સદી ફટકારીને ગોલ ટેસ્ટ મેચમાં નંબર-3 પોઝિશન માટે પોતાનો દાવો મજબૂત કર્યો હતો. પડિક્કલની સદી અને નીચલા ક્રમ તરફથી મળેલા યોગદાનના દમ પર ભારતીય ટીમે બીજા દિવસે 6 વિકેટે 357 રન બનાવ્યા હતા.