Sports

પુત્ર વિયોગ ન સહન કરી શકી મા! દિગ્ગજ શૂટર જસપાલ રાણાના અવસાનના 4 જ દિવસમાં માતાએ છોડ્યા પ્રાણ

By GS Team
16 Jun 20261 min read
TukuTouch Logo
ભારતના દિગ્ગજ શૂટર અને કોચ જસપાલ રાણાના પરિવાર તરફથી વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. પુત્રના અવસાનનો આઘાત સહન ન કરી શકતા 4 દિવસમાં જ માતા શ્યામા દેવી રાણાએ પ્રાણ છોડ્યા. શૂટર જસપાલના માતાએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુત્ર વિયોગ ન સહન કરી શકી મા! દિગ્ગજ શૂટર જસપાલ રાણાના અવસાનના 4 જ દિવસમાં માતાએ છોડ્યા પ્રાણ

Shooter Jaspal Rana Mother Shyama Devi Passes Away: ભારતના દિગ્ગજ શૂટર અને કોચ જસપાલ રાણાના પરિવાર તરફથી વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. પુત્રના અવસાનનો આઘાત સહન ન કરી શકતા 4 દિવસમાં જ માતા શ્યામા દેવી રાણાએ પ્રાણ છોડ્યા. શૂટર જસપાલના માતાએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

શૂટર જસપાલ રાણાના અવસાનના 4 જ દિવસમાં માતાએ છોડ્યા પ્રાણ

દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા નારાયણ સિંહ રાણાના પત્ની શ્યામા દેવી રાણા (ઉં.વ.78) નવી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 12 જૂનના રોજ જસપાલ રાણાના અવસાન પછી તેમની માતાની તબિયત વધુ ખરાબ થઈ હતી.

પુત્ર બાદ આજે(16 જૂન) માતાનું અવસાન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચિલામુ ગામના રહેવાસી જસપાલ રાણાએ ભારતના પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ-પ્રદર્શન કોચ તરીકે સેવા આપી હતી.

મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાંથી ભારત પરત ફરતી વખતે જસપાલ રાણાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સ્ટેન્ટ સર્જરી કરાવવામાં આવી હતી. તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના મૃત્યુના સમાચાર આવ્યા. માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વ રેકોર્ડ બનાવીને દુનિયાને સ્તબ્ધ કરનાર જસપાલ રાણાએ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં હંમેશા ભારતનો ધ્વજ ઊંચો રાખ્યો હતો.